<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શ્રાવણ માસ નિમિતે આર્યસમાજ માયાણીનગર ભવનમાં રવિવારથી યજુર્વેદ પારાયણ મહાયજ્ઞ (વેદકથા)

આચાર્ય શુચિષદજી મુનિ (ઉતર પ્રદેશ) પોતાની આગવી શૈલીમાં અમૃતવાણી પીરસશે

રાજકોટઃ આર્યસમાજ હાથીખાના (રાજકોટ) દ્વારા આર્યસમાજની શાખા આર્યસમાજ માયાણીનગર ભવનમાં દર વર્ષની જેમ શ્રાવણમાસમાં યજુર્વેદ પારાયણ મહાયજ્ઞ (વેદકથા)નું આયોજન તા.૧૬ રવિવારથી તા.૨૩ રવિવાર સુધી દરરોજ સવારે ૭:૩૦ થી ૯:૩૦ કલાક તથા સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાક સુધી યજુર્વેદ પારાયણ મહાયજ્ઞ યોજેલ છે.

જેમાં યજુર્વેદના મંત્રોના પાઠ આર્યસમાજના પુરોહિતો તેમજ ઉપદેશક મહાવિદ્યાલય ટંકારાના બ્રહ્મચારીઓ કરશે. આર્યપરિવારના સભ્‍યો તથા સદસ્‍યો તથા જનતાને આમંત્રણ અપાયું છે.

બ્રહ્મસ્‍થાને આચાર્યશ્રી શુચિષદ મુનિજી સુલતાનપુર ઉતરપ્રદેશના બિરાજશે અને પોતાની આગવી શૈલીમાં અમૃતવાણીથી પ્રવચન આપશે. પૂર્ણાહૂતિ તા.૨૩ને રવિવાર સવારે ૮ થી ૧૨ કલાકે રાખેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે. આ અંગે વધુ માહિતી માટે ફોન-૦૨૮૧-૨૨૩૧૧૪૬/ ૨૩૬૦૩૩૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

 

સોમવારે સત્‍યયુગાવતાર શ્રી આત્‍મન ભગવાનનો આવિર્ભાવ મહોત્‍સવ ઉજવાશે : સમૂહ ધૂન ભજનનું વિશેષ આયોજન

રાજકોટ તા. ૧૩ : સત્‍યયુગાવતાર શ્રી આત્‍મન ભગવાનનો ૧૦૯મો આવિર્ભાવ મહોત્‍સવ તા. ૧૭ના સોમવારના ઉજવવામાં આવશે.

આવિર્ભાવ મહોત્‍સવ નિમિત્તે સવારે ૬.૩૦ થી ૯ કલાક દરમિયાન પ્રાગટયોત્‍સવ તથા સમૂહ ધૂન-ભજનો યોજાશે. સવારે ૭ કલાકે પ્રાગટય આરતી કરવામાં આવશે. બપોરે ૧૨ કલાકે વિશેષ આરતી તથા સાંજે ૭.૩૦ કલાકે સંધ્‍યા આરતી યોજાશે. ઉપરાંત સાંજે ૭ થી ૯ કલાક દરમિયાન સમૂહ ધૂન-ભજનોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટમાં ગોંડલ રોડ સ્‍થિત સત્‍યયુગ શ્રી રામજી મંદિર, ન્‍યાલ ભગત અન્નક્ષેત્ર ખાતે છેલ્લા ૩૬ વર્ષથી અહીં સત્‍યયુવાગતાર શ્રી આત્‍મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્ર ‘ૐ હ્રીં રામ જય રામ જય જય રામ'ની અખંડ ધૂન ગોમાતા સહિત સર્વ નિર્દોષ મૂક પ્રાણીઓની રક્ષા અર્થે, પ્રલયાત્‍મક આપત્તિઓના નિવારણ તેમજ સારાએ વિશ્વમાં સત્‍યયુગની સ્‍થાપના માટે સતત ચાલી રહી છે.

ઉપરાંત, શ્રી બાલા હનુમાનજી મંદિર, ગુલમહોર રોડ, ગોંડલ ખાતે પણ છેલ્લા ૪૭ વર્ષથી આ બ્રહ્મ મંત્રની અખંડ ધૂન અવિરત રીતે ચાલી રહી છે.

શ્રી આત્‍મન ભગવાનનું દિવ્‍ય પ્રાગટય શ્રાવણ સુદ પાંચમના (અનંત પંચમીના) સુપ્રભાતે ૭ વાગ્‍યે થયું હતું. તેમના પ્રાગટય સમયે શૈયામાં પોઢાડવામાં આવેલા સ્‍થાને કંકુયુક્‍ત સોપારી પ્રગટ થયેલી જોવા મળી હતી. તેમજ તે સમયે આંખોને આંજી દે તેવો દિવ્‍ય પ્રકાશનો ઝબકારો થયો હતો.

તેઓશ્રીની શૈક્ષણિક કારકિર્દી અત્‍યંત તેજસ્‍વી રહી હતી. તેમણે અર્થશાષા અને રાજ્‍યશાષા સાથે એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્‍યારબાદ કાયદાના ઉચ્‍ચ અભ્‍યાસ માટે પુણેની ડેક્કન કોલેજમાં એલ.એલ.એમ. કર્યું. સન ૧૯૪૯માં તેઓ આંતરરાષ્‍ટ્રીય કાયદાના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવવા માટે વિશ્વવિખ્‍યાત કોલંબિયા યુનિવર્સિટી ગયા હતા.

આ અભ્‍યાસ દરમિયાન તેઓશ્રીના જીવનમાં એક અદ્વુત ઘટના બની હતી. તેઓશ્રીને સ્‍પષ્ટ આંતરવાણી સંભળાઈ કે, તમારું અવતારી દિવ્‍ય પ્રાગટય વિશ્વકલ્‍યાણ માટે થયું છે, તે માટેનું દુન્‍યવી શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું છે. હવે સર્વ કોઈ વસ્‍તુઓનો ત્‍યાગ કરી તપોસાધનામાં પ્રવળત્ત થાઓ.

ત્‍યારબાદ તેઓશ્રીને પ્રાચીન સંહિતાઓના વિદ્વાન પ્રસિદ્ધ છાયા શાષાીને મળવાનું થયું. શાષાીજીએ સંહિતાઓના આધારે જણાવ્‍યું કે તેઓશ્રી સત્‌-ધર્મ થકી પળથ્‍વી પરથી પ્રલયાત્‍મક આપત્તિઓના નિવારણ તથા વિશ્વમાં સત્‍યયુગની સ્‍થાપના માટે અવતરેલા પૂર્ણાવતાર પરબ્રહ્મનારાયણ જ છે.

તેઓશ્રીએ સારાએ વિશ્વમાં સત્‍યયુગની સ્‍થાપના તથા પ્રલયાત્‍મક આપત્તિઓના નિવારણ માટે સતત ૩૦ વર્ષ સુધી પરાકાષ્‍ઠારૂપ કઠોર તપસ્‍યાઓ કરી હતી. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે પ્રલય ઈશ્વરપ્રેરિત નથી. વિશ્વ પર આવતી વિનાશક આપત્તિઓનું મુખ્‍ય કારણ સર્વ મૂક જીવો પર થતી ધોર હિંસાથી સર્જાતા સમષ્ટિ પાપકર્મો છે. જ્‍યારે આ પાપકર્મો પરાકાષ્‍ઠાએ પહોંચે છે, ત્‍યારે અવિદ્યા માયાશક્‍તિ પ્રલયને પ્રેરિત કરીને વિનાશ સર્જે છે.

આજે સમગ્ર વિશ્વ મહાયુદ્ધો, પરતીકંપો, અતિવળષ્ટિ, વાવાઝોડાં, સામુદ્રિક તોફાનો તથા અન્‍ય અનેક વિનાશક આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. પરિણામે સમગ્ર વિશ્વ મહાવિનાશ તરફ આગળ વધી રહ્યું છે.

બ્રહ્મ મંત્રની અખંડ ધૂન સમષ્ટિનું સર્વોચ્‍ચ શુભકર્મ છે. જો તે સમજપૂર્વક અને અડગ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો સમષ્ટિ પાપકર્મોનો ક્ષય થાય છે અને પ્રલયકારી અનિષ્ટ પરિબળોને દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ આધ્‍યાત્‍મિક શક્‍તિરૂપ બની શકે છે.

શ્રી આત્‍મન ભગવાનના આવિર્ભાવ મહોત્‍સવની વધુ વિગત માટે શ્રી સુરેશ મહારાજ અને રાહુલભાઈ જોશીનો મો.૮૮૪૯૭ ૧૬૮૧૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે આવિર્ભાવ મહોત્‍સવની વિગતો વર્ણવતા રાહુલભાઈ જોશી, છગનભાઈ ગજેરા, પ્રણવભાઈ ઠુંમર, મહેશભાઈ વાગડીયા, નિલેશભાઈ જોબનપુત્રા, ઓમભાઈ, મારૂ, નિરવભાઇ ચોટલીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:35 PM IST)