હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં વધુ એક હત્યા: આહિર ચોકમાં રહેતા ૩૨ વર્ષના રામભાઈ સવસેટાને પિતા બાબુભાઈએ હથોડીના ઘા ફટકારી હત્યા નીપજાવી
ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. પરમાર સહિતની ટીમ દ્વારા આરોપીને હસ્તગત કરી તપાસ

રાજકોટ: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે અટીકા આહીર ચોકમાં ખાંટ રાજપૂત સમાજની વાડી પાછળ આવેલા મકાનમાં રહેતા રામભાઈ બાબુભાઈ ઉંમર વર્ષ 32 નામના યુવાનની તેના જ પિતા બાબુભાઈએ હથોડીના ઘા મારી હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. અત્યારના બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ કે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના અટીકા વિસ્તાર નજીકના આહિર ચોકમાં ખાંટ રાજપૂત સમાજની વાડી પાછળ આવેલા મકાનમાં રહેતા રામભાઈ સવશેટા ઉંમર વર્ષ 32 નામના યુવાન પર સાંજે તેના પિતા બાબુભાઈ હથોડીથી હુમલો કરી માથામાં આડેધડકા ફટકારતા રામભાઈ નો ઘટના સ્થળે જ મોત નીપજતા ચકચાર બચી ગઈ છે.
હત્યાના બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. પરમાર તેમજ ઇન્વેસ્ટીગેશન સ્ટાફના પી.એસ.આઇ તેમજ રાઇટર નિલેશભાઈ મકવાણા અને ડિસ્ટર્બની ટીમએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દીકરો વારંવાર ઘરમાંથી પૈસાની માગણી કરતો હોઇ જેના કારણે બોલાચાલી થતા આ ઘટના બન્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીને હસ્તગત કરી વિશેષ તપાસ હાથ ધરી છે. પિતાના હાથે પુત્રની હત્યાની આ ઘટનાએ આહીરચોક અને અટીકા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે મૃત્યુ પામનાર અને આરોપી બોરીચા આહીર પરિવારના છે. પોલીસે તપાસ આગળ ધપાવી છે.










