<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

૧૪ ગુનાઓમાં સંડોવાયેલ દૂધ ડેરી વિસ્તારના નામચીન જુબેર સમાને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ સાથે પકડ્યો

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચનાથી પીઆઇ એ.એસ ચાવડા, એમ. એલ .ડામોર અને સી.એચ. જાદવ તથાએ.એસ ચાવડા એમ એલ ડામોર અને સીએચ જાદવ તથા પીએસઆઇ એસ.એમ. રાણા અને ટીમની કામગીરી: મહેશભાઈ, ધર્મરાજસિંહ અને નિકુંજભાઈની બાતમી

​રાજકોટ: શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર હથિયારોના કેસોમાં પકડાયેલા ગુનેગારોને ચેક કરી તેમની પાસેથી હથિયારો શોધી કાઢવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પકડાયેલ આરોપીની ઓળખ જુબેર બસીરભાઈ સમા (ઉંમર વર્ષ ૨૭, રહે. દૂધ સાગર રોડ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર, અમન પાનની સામે, ક્વાર્ટર નંબર-૧૨૬૩, રાજકોટ શહેર) તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૨૫,૦૦૦ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરી તેની સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)એ, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​પકડાયેલ આરોપી જુબેર સમા રીઢો ગુનેગાર છે.  પરંતુ રાજકોટ શહેર, સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ૧૪ જેટલા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો નામચીન આરોપી છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ વર્ષ ૨૦૧૭માં ગુ.ર.નં. ૩૨, વર્ષ ૨૦૧૯માં ગુ.ર.નં. ૨૮૫ અને વર્ષ ૨૦૨૦માં ગુ.ર.નં. ૪૯ નોંધાયેલા છે. આ ઉપરાંત ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન પ્રોહિબિશનના ગુ.ર.નં. ૨૭૬, ૨૭૭ અને ૨૫૭ દાખલ થયેલા છે. આરોપી સામે રાજકોટ ગ્રામ્યના ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮માં કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૩૨૩, ૪૨૭, ૧૪૩ અને ૧૪૭ હેઠળ ગુ.ર.નં. ૪૬ નોંધાયો હતો, જ્યારે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ ૨૦૧૮માં કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુ.ર.નં. ૧૦૮ નોંધાયો હતો.

​આટલું જ નહીં, આરોપી જુબેર સમા સામે જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં આર્મ્સ એક્ટ હેઠળ ગુ.ર.નં. ૧૭૩, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં ચોરીના પ્રયાસ અંગે ગુ.ર.નં. ૫૭૬, મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં પ્રોહિબિશન હેઠળ ગુ.ર.નં. ૧૦૦૭, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં ગુ.ર.નં. ૪૮૩, ડીસીબી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં પ્રોહિબિશનનો ગુ.ર.નં. ૧૮૮ તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ ૨૦૨૫ દરમિયાન BNS કલમ ૩૫૨, ૧૧૫(૨), ૧૧૮(૧) હેઠળ ગુ.ર.નં. ૪૬૬ નોંધાઈ ચૂક્યો છે.

​આ સફળ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની સૂચના મુજબ પાર પાડવામાં આવી હતી. જેમાં પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. મહેશભાઇ સોલંકી તથા પો.કોન્સ. ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પો.સબ ઇન્સ. એસ.એમ. રાણા, એ.એસ.આઈ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સોલંકી, પો.હેડ કોન્સ. સુભાષભાઈ ધોધારી, તુલશીભાઈ ચુડાસમા, લાલજીભાઈ હાડગડા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઈ મારવીયા, સંજયભાઈ ખાબરીયા અને ધર્મેશભાઈ ખાંડેખાની ટીમે અમુલ સર્કલ પાસેથી આરોપીને હથિયાર સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(8:09 PM IST)