<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

સ્‍વાતંત્ર્ય પર્વે કસ્‍તુરબાધામ (ત્રંબા) પોપ્‍યુલર સ્‍કૂલમાં કાલે દેશભક્‍તિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ

એમટ્રોનફાઉન્‍ડેશન અને પોપ્‍યુલર સ્‍કુલ દ્વારા રોબોટિક્‍સ શો, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, રક્‍તદાન કેમ્‍પ, ફ્રી આરોગ્‍ય તપાસ, તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન અને સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ ભારતના ૮૦મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણીના પાવન અવસરે એમટ્રોનફાઉન્‍ડેશન અને પોપ્‍યુલર સ્‍કુલ એન્‍ડ ડીફેન્‍સ એકેડમી, કસ્‍તુરબાધામ (ત્રંબા) દ્વારા આવતીકાલે ૧૫મીના સવારે ૮થી બપોરે ૨ વાગ્‍યા સુધી દેશભક્‍તિ, નવીનતા, આરોગ્‍ય, સંસ્‍કળતિ અને સામાજિક જવાબદારીને કેન્‍દ્રમાં રાખી વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્‍ટ્રભાવના ઉત્‍સર્જિત કરવાની સાથે સાથે વિજ્ઞાન-ટેકનોલોજી, આરોગ્‍ય અને કૌશલ્‍ય વિકાસ અંગે જાગળતિ લાવવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં ધ્‍વજવંદન સમારોહ અને દેશભક્‍તિસભર સાંસ્‍કળતિક રજૂઆતો મુખ્‍ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, આધુનિક યુગ સાથે કદમ મિલાવવા વિદ્યાર્થીઓ માટે AI અને રોબોટિક્‍સનો પ્રાયોગિક અનુભવ રજૂ કરાશે, જેમાં એમટ્રોન ઈલેક્‍ટ્રોનિક્‍સ લિમિટેડ કંપની દ્વારા બનાવાયેલો આધુનિક રોબોટ (ર્વકિંગ મોડેલ) ખાસ પ્રદર્શિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્‍મકતા અને વૈજ્ઞાનિક અભિગમ ખીલે તે માટે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંતર્ગત ૩૦ જેટલી કળતિઓનું પ્રદર્શન યોજાશે.

તેની સાથે જ સામાજિક સેવાકીય ઉત્તરદાયિત્‍વના ભાગરૂપે રક્‍તદાન કેમ્‍પ તથા ફ્રી આરોગ્‍ય તપાસ કેમ્‍પનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન અને વ્‍યવસાયિક તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે.

એમટ્રોન ફાઉન્‍ડેશન (યુએસએ)ના ચેરમેન મુકેશભાઈ વસાણી તથા પોપ્‍યુલર સ્‍કૂલના ડિરેક્‍ટર શ્રીમતી શર્મિલાબેન એલ. બામંભણિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ રાષ્‍ટ્રભાવનાથી ઓત-પ્રોત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ ત્રંબા ગામ અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકોને નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ અંગે વધુ માહિતી માટે મો.૭૦૪૬૫ ૦૦૦૪૭/ ૯૭૨૫૨ ૦૮૮૭૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

સ્‍થળઃ પોપયુલર હાઇસ્‍કુલ, વડાળી રોડ, રાજકોટ- ભાવનગર હાઇવે, ત્રંબા (કસ્‍તુરબા ધામ)

તસ્‍વીરમાં રાજેશ અહાદાણી, મગન પનસારા, ચિંતન જોષી, શર્મીલાબેન બાંભણીયા અને અલ્‍કાબેન નજરે પડે છે.  (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(11:03 AM IST)