તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Friday, 14th August 2026
કોરાટ ચોક પાસે રહેતાં ચિરાગ ઘોડાસરા પર નીકાવાથી આવેલા સાળા જયેશભાઇનો હુમલો
સાળાની પત્નિ રાજકોટ આવી હોઇ તેને તે મારકુટ કરતો હોઇ સમજાવતાં ઉશ્કેરાયોઃ શાપર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૪: કોરાટ ચોક નજીક કલ્પવન એપાર્ટમેન્ટમાં રહેતાં ચિરાગ વલ્લભભાઇ ઘોડાસરા (ઉ.વ.૨૯) ને સાંજે આઠેક વાગ્યે નીકાવાના પીપર ગામેથી આવેલા તેના સાળા જગયેશ વાલજીભાઇ રાખશીયા અને સાળાના કાકાના દિકરા અનુરાગે મળી ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી છે.
ચિરાગ ઘોડાસરાએ કહ્યું હતું કે હું ટ્રાન્સપોર્ટમાં નોકરી કરુ છું અને બે ભાઇમાં મોટો છું. મારી પત્નિનું નામ દક્ષા છે. મારા સાળા જયેશભાઇ પીપર ગામે રહે છે. તેને તેની પત્નિ સાથે માથાકુટ થતાં તેની પત્નિ અમારા ઘરે રોકાવા આવી હતી. સાંજે હું મારા પત્નિ દક્ષાને દવા લેવા લઇ ગયો ત્યારે પાછળથી સાળા જયેશભાઇ તેના ભાઇ અનુરાગ સાથે આવી તેની પત્નિ કાજલબેન સાથે માથાકુટ કરતાં હોઇ અમને ફોનથી કાજલબેને જાણ કરતાં અમે પરત આવી સાળાને માથાકુટ નહિ કરવા સમજાવતાં મારા પર બંનેએ મળી હુમલો કર્યો હતો. શાપર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(11:24 AM IST)










