તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે એકસાથે ૧૧ ધ્વજા ચડાવાશે
બડા બજરંગ હનુમાનજી મહારાજના મંદિરેથી વાજતે ગાજતે પ્રસ્થાન કરી રામનાથ મહાદેવ મંદિરે જશે

રાજકોટ તા. ૧૪ : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે રાજકોટના ગ્રામ દેવતા તરીકે પૂજનીય સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા એક સાથે ૧૧ ધજા ચડાવવાના ઐતિહાસિક કહી શકાય તેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે
ત્રિપાખ સાધુ સમાજની વિવિધ પાંખો એટલે સમાનંદી સાધુસમાજ, અંતીત સાપુસમાજ, માર્ગી સાધુસમાજ એકસાથે જોડાઈને આ પ્રકારનો પામિક કાર્યક્રમ યોજી રહ્યા છે, જે સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત બનવા જઇ રહ્યાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તા.૧૭-૦૮-૨૦૨૬ના બપોરે ૩ કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. બડા બજરંગ હનુમાનજી મહારાજના મંદિર, રામનાથપરા ખાતેથી ત્રિપાંખ સાધુ સમાજના સંતો-મહતો, સાધુ-સતો, સેવકો તથા શિવભક્તો પરિવાર સાથે એકત્રિત થઈને વાજતે-ગાજતે હર્ષ અને ઉલ્લાસભેર સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના ધામ તરફ પ્રસ્થાન કરશે.
આ સમગ્ર ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. ત્યારબાદ ધાર્મિક વિધિ-વિધાન અને ભક્તિભાવ સાથે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના શિખર પર એકસાથે ૧૧ ધ્વજા ચડાવવામાં આવશે.
આ પ્રસંગે શ્રી રામનાથ મહાદેવના મહંત પરિવારનું ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે.
આ ભવ્ય ધાર્મિક આયોજનમાં રામાનંદી અંતિત માર્ગી સાધુ સમાજ, તેમના સેવકગણ, સંતો-મહંતો, મંદિરના પૂજારીઓ, સેવકો, સામાજિક અગ્રણીઓ તેમજ શિવભક્તોને વિશેષ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતજનો આ ધાર્મિક પ્રસંગમાં જોડાય તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે ત્રિપાંખ સાધુ સમાજના સંતો-મહંતો ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, મંદિરના પૂજારીઓ અને સેવકો, સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે.ત્રિપાખ સાધુ સમાજના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજની એકતા, ધાર્મિક પરંપરાનું જતન અને ભગવાન શિવ પ્રત્યેની અખંડ શ્રદ્ધાને વધુ મજબૂત કરવાનો છે.તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ત્રિપાંખ સાધુ સમાજ પ્રતિનિધિ મંડળના એસ. એસ. ગોંસાઇ, ગૌતમભાઇ ગોસ્વામી, જીજ્ઞેશ રામાવત, અનંતભાઇ નેનુજી, ઉજેશભાઇ આરદેસાણી, સંજયગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતુ
(2:24 PM IST)










