<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

પોક્‍સોના આરોપી નિરજ ઉર્ફે નિરવ ઘૂઘરો વિશે માહિતી હોય તો પોલીસને જાણ કરો

રાજકોટ તાલુકા પોલીસના ગુનામાં વોરન્‍ટ નીકળ્‍યું છે

રાજકોટ તા. ૧૪: તાલુકા પોલીસ સ્‍ટેશનના ફ.ગુ.ર.નં. ૧૧૯૫/૨૦૨૦ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (એન) તથા પોક્‍સો એક્‍ટની કલમ-૬ મુજબના ગુનાના કામે તપાસના અંતે આરોપી વિરૂધ્‍ધ અદાલતમાં ચાર્જશીટ રજુ થતાં તેને પોક્‍સો કેસ નં. ૫૩/૨૦૨૦ આપવામાં આવેલ છે. આ કામના આરોપી નીરજ ઉર્ફે નીરવ ઉર્ફે ઘૂઘરો શીવાભાઇ પ્રેમજીભાઇ દુધરેજીયા (રહે. જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે, હુડકો ક્‍વાર્ટર, વોંકળાના કાંઠે, અલ્લારખાભાઇ કાસમભાઇ જુણેજાના મકાનમાં ભાડેથી)નું સીઆરપીસી કલમ-૮૨નું વોરન્‍ટ બજવણી અર્થે તાલુકા પોલીસને મોકલવામાં આવ્‍યું છે. આ વોરન્‍ટ બજવણી થઇ શકતી ન હોઇ આ આરોપી વિશે કોઇને માહિતી હોઇ જાણકારી હોય તો તાલુકા પોલીસને મો. ૬૩૫૯૬ ૨૭૪૧૫ અથવા નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.

(2:46 PM IST)