News of Friday, 14th August 2026
જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક ર૪ મીએ : ૪૮ દરખાસ્તો

રાજકોટ, તા., ૧૪ : જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠક તા. ર૪ મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે સમીતીના અધ્યક્ષ નરશીભાઇ સોજીત્રાની અધ્યક્ષતામાં મળશે. નવી ચુંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવ્યા પછી નવા ચેરમેનની અધ્યક્ષતામાં પ્રથમ વખત કારોબારી મળનાર છે.
કારોબારીમાં ૪૮ આઇટમો એજન્ડામાં છે. જેમાં મોટા ભાગની સિંચાઇ અને બાંધકામ શાખાને લગતી છે. અધ્યક્ષ સ્થાનેથી કોઇ દરખાસ્ત આવી શકે છે. કારોબારી મળ્યા પછી જન્માષ્ટમીના તહેવારો બાદ સામાન્ય સભા બોલાવાશે
(3:15 PM IST)










