News of Friday, 14th August 2026
રાજકોટ ડેરી કાલે ઇતિહાસ સર્જશેઃ બાવન હજાર પશુપાલકોના ખાતામાં સીધા ૭૫ કરોડ જમા થશે
અંતિમ દૂધ ભાવની ચૂકવણીનો સમારોહઃ ટીમ ગોરધનભાઇનું આયોજન

રાજકોટ, તા. ૧૪ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ (રાજકોટ ડેરી) દ્વારા કાલે તા. ૧પ મી એ પશુપાલકોના ભાવફેરના ચુકવણાના માટે સવારે ૧૧ વાગ્યે વિવાન્ટા બેન્કવેટ હોલ એન્ડ પાર્ટી લોન્સ, મવડી-પાળ રોડ, ૧પ૦ ફૂટ રીંગ રોડ પાસે, રાજકોટ ખાતે વિશીષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડેરી સાથે સંકળાયેલા બાવન હજાર પશુપાલકોના ખાતામાં મળવા પાત્ર રકમ મુજબ કુલ રૂપિયા ૭પ કરોડ ચૂકવાશે તા. ૧ એપ્રિલ ર૦રપ થી ૩૧ માર્ચ ર૦ર૬ સુધીના સમયગાળાનો આ લાભ છે. ડેરી દ્વારા એક જ દિવસમાં એક સાથે રૂા. ૭પ કરોડ ચૂકવાતા હોય તેવી પ્રથમ ઘટના બનશે.
ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાના નેતૃત્વમાં ડેરીની હરણફાળ પ્રગતિ થઇ રહી છે. ચેરમેન અને નિયામક મંડળ તથા ડેરીના વહીવટી તંત્રની જહેમતથી પશુપાલકોને મબલખ લાભ મળી રહ્યો છે.
રાજકોટ દુધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોના સીધા ખાતામાં (ડીબીટી) અંતિમ દુધભાવની ચુકવણીનો કાર્યક્રમ યોજના છે. આ કાર્યક્રમમાં રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન ખાતાના કેબિનેટ મંત્રી શ્રી વાઘાણીના અધ્યક્ષ સ્થાને અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રી જયેશભાઇ રાદડીયા હાજર રહેશે.
(3:16 PM IST)










