<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

દરેક મહિલા રકતદાતાઓને પ્રેરિત કરવા આકર્ષક ગીફટઃ પ્રી રજીસ્ટ્રેશન કરનારને લક્કી ડ્રો દ્વારા આકર્ષક ઇનામો

રાજકોટઃ જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના ૪૧૮ ગ્રુપ્સ અને ૯૦ હજારોથી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ અને એલીટ સંગીની પ્રાયોજીત સતત સાતમા વર્ષે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.૧૬ રવિવારે જનકલ્યાણ હોલ, મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), ખાતે સવારે ૮ થી બપોરે ૨ દરમ્યાન કરવામાં આવેલ છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહેનોને રકતદાન અંગે જાગૃત કરવા જે મહિલાઓ આ કેમ્પમાં રકતદાન કરશે તે દરેક મહિલા રકતદાતાઓને આકર્ષક ગીફ્ટ એનાયત કરવામાં આવશે. સિવીલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક સેવા આપશે. વધુ માહીતી અને પ્રી રજીસ્ટ્રેશન માટે જીજ્ઞેશ બોરડીયા મો.૯૮૨૫૦ ૭૮૩૦૨.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય દાતા અદાણી ફુડનાં જીતુભાઈ અદાણી, મહાવીરભાઈ અદાણી અને સિધ્ધાર્થભાઈ અદાણી તથા અદાણી પરિવાર (અદાણી મસાલા) તેમજ સહયોગી દાતા જયેન્દ્રભાઈ મહેતા પરિવાર, ફેડરેલ બેન્ક, હીતેશભાઈ મહેતા પરિવાર, નીતીનભાઈ કામદાર (જુલીયાના), માતુશ્રી રંજનબેન જયસુખલાલ પટેલ, જીજ્ઞેશભાઈ ખખ્ખર (રેશમ) તેમજ લક્કી ડ્રો દ્વારા ૪૩ ભાગ્યશાળી રકતદાતાને ૪૩ ટીવી, પચાસ લીટર નું ફ્રીજ, એરકુલર, ટ્રોલી બેગ, ૨૧ ચાંદીની ગીની, ઉષા વોટર ડીસ્પેન્સર, ફીલીપ્સ એર ફાયર, પેડસ્ટલ ફેન, સાઈકલ, મહારાજા જયુસર, પ્રેસ્ટીઝ પેન સેટ, પ્રેસ્ટીઝ ઈલેકટ્રીક કેટલ, મીલ્ટન વોટર જગ, પીઝન ઈન્ડકશન, પાંચ એર બડ્સ, પાંચ પાવર બેન્ક, અસીમ પરફ્યુમ તરફથી પરફયુમ સ્પ્રે અપાશે. વિનયભાઈ જસાણી (શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટ) નો પણ સેવા સહયોગ મળેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, જેમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ. જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન, સંગીની ડાઉનટાન, જૈન ફોર યુ-રાજકોટ, જેબીઓ રાજકોટ નો સહકાર સાંપડયો હોવાનું જણાવાયું છે.

સોૈરાષ્ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઇ કોઠારી, ફેડરેશનનાં ઉપપ્રમુખ મનીષભાઇ દોશી, ફેડરેશન જોઈન્ટ સેક્રેટરી ડો.ચેતનભાઈ વોરા, આઈ.ડી. નીલેશભાઈ કામદાર અને રાજેશભાઈ શાહ, કેડરેશન પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, પૂર્વઈલેકટ ચેરમેન ભાવિકભાઈ શાહ, વાઈસ ચેરમેન જયેશભાઇ વસા, હીરેનભાઈ મારડીયા અને મુકેશભાઈ પારેખ, સેક્રેટરી મેહુલભાઈ દામાણી, જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી અને ઉન્મેશભાઈ કુંડલીયા,  ટ્રેઝરર કુણાલભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન સંગીની કન્વીનર શ્રીમતિ સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીજીયન પી.આર.ઓ. શ્રીમતિ હીરબેન દામાણી, પી.આર.ઓ. એડમીન મીરાબેન દોશી, ગ્રીટીંગ્સ પી.આર.ઓ. ફાલ્ગુનીબેન શાહ, ઝોન કો. ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન વિવિધ કમિટી ચેરમેનો, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર ડો.નેહલભાઈ શુકલ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, સ્ટેન્ડીંગ કમીટી સભ્ય ધૈર્યભાઈ પારેખ, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બાટવીયા, હિતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માંઉ, અતુલભાઈ ઉદાણી, અનીષભાઈ વાધર, ઉપેનભાઈ મોદી, અમીષભાઈ દેશાઈ - તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, મિતલભાઇ ખેતાણી, ડો.દિપકભાઈ મહેતા, ડો.કુમુદભાઈ પટેલ, જયેશભાઈ ઉપાઘ્યાય ઉપસ્થિત રહેશે.

એ.વી.પી.ટી., આત્મીય કોલેજ,  ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ,  તેમજ  ઇન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ જોડાશે. તમામ રકતદાતાઓને સ્યોર ગીફટ જેવી કે ડો.ભટ્ટ લેબોરેટરીનું કોઈપણ રીપાર્ટમાં ૨૫% ડીસ્કાન્ટ વાઉચર, ગીફ્ટ ઓફીસ બેગ, વેક્યુમ પેક જાર, પરફયુમ સ્પ્રે ગીફ્ટ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ અભયભાઈ દોશી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ બોરડીયા, જોઈન્ટ સેક્રેટરી વિમલભાઈ બાટવીયા તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેનશ્રી જીજ્ઞેશ બોરડીયા - જીતુ પંચમીયા - ધવલ સંઘવી - ડો.હીરેન પટેલ, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, બકુલેશ મહેતા, ધવલ શાહ, આકાશ શાહ, તેજસ દોઢીવાળા, રવિ મહેતા, ચિરાગ મહેતા, નિપેશ દેસાઈ, નિરવ મહેતા, વિરલ કામદાર, શ્રુતી શાહ, સોનલ દોશી, સોનલ દેશાઇ, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાચલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા, મૈત્રી ગાંધી સહીતનાં જહેમત ઉઠાવી રહયા છે.  (તસ્વીર : અભિજીત બગથરીયા)

 

(3:39 PM IST)