<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

સમગ્ર દેશ ૧૫ ઓગષ્ટ-૧૯૪૭ ના રોજ આઝાદ થયેલ નથી, સને ૧૯૪૭-૧૫ ઓગષ્ટથી સને ૧૯૬૨-૧૬ ડિસેમ્બર સુધીના ૪ તબક્કામાં ભારતની સંપૂર્ણ પ્રજા ગુલામીમાંથી મુકત થઈ આઝાદ થયેલ ગોવાની પ્રજાએ મુકિત માટે સત્યાગ્રહ કરવો

પડેલઃ આ શાંત સત્યાગ્રહ દબાવવા પોર્ટુગીઝ શાસકોએ દમન આચરેલઃ જેમાં ગોવા મુકિત મોરચાના ૨૦૦ થી વધુ સત્યાગ્રહીઓ શહીદ થયેલા : ગોવાની પ્રજાને આઝાદી અપાવવા સને-૧૯૬ર-૧૬ મી ડિસેમ્બરે ભારતની સેનાએ આક્રમણ કરી પોર્ટુગીઝ લશ્કરના ૩૧ સૈનિકોને મોતને ઘાટ ઉતારેલ અને ૩૦૦૦ થી વધુ સૈનિકોએ ભારતના લશ્કરના શરણે આવેલ : આપણા બહાદુરજનોએ માત્ર ૩૬ કલાકમાં ગોવા મુકિત ઓપરેશન પાર પાડેલ : ૧૫-ઓગષ્ટ-૪૭ એ દેશના મોટા ભાગના પ્રદેશો આઝાદ થયેલઃ ૧૮-ઓગષ્ટ-૪૭ બંગાળના રાણાઘાટને કૃષ્ણનગરની પ્રજાને આઝાદી મળેલઃ ૩૧ ઓકટોબર-૫૪ ના રોજ પોંડીચેરી આઝાદ થયેલ અને ૧૬ ડિસેમ્બર-૬૨ ના રોજ લશ્કરે ગોવા અને તેના પ્રાંતોને આઝાદી અપાવેલ

જન જાગૃતી અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ ભારતની ૧૫ ઓગષ્ટ આઝાદી દિવસની ઉજવણી અંગે વાંચકોને રસપ્રદ માહિતી આપતા જણાવે છે કે સમગ્ર ભારત ૧૯૪૯-૧૫ ઓગષ્ટના દિવસે સંપૂર્ણ દેશ આઝાદ થયેલ નથી એ જાણવું જરૃરી છે.

આઝાદી અંગે અન્ય જાણવા જેવી હકિકતો. દેશના મોટા ભાગનો પ્રદેશ ૧૯૪૭ ૧૫ ઓગષ્ટ આઝાદ થઈ ગયેલ અને ૧૯૫૦, ૨૩ જાન્યુઆરીએ દેશનો વહિવટ પ્રજાસતાક બની ગયેલ. આ બધુ તો આપણે અંગ્રેજોને કાઢીને મેળવેલ પણ હજુ દેશના અનેક ભાગમાં વિદેશી પોર્ટુગીઝ-ડચ અને ડેન્ચનું શાસન હતું. ગોવા, દાદરાનગર હવેલી, દીવ, પોંડીચેરી, યનામ (આંધ્રપ્રદેશ), ચંદ્રનગર (પશ્રિમબંગાળ) જેવા પ્રાંતો ગુલામ હતા.

દેશના લોખંડી પુરૃષ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલના મગજમાં આ વિદેશીઓને વહેલામાં વહેલી તકે હાકી કાઢવાનો પ્લાન તૈયાર હતો પરંતુ આપણા કમનશીબે શ્રી સરદાર પટેલ અવસાન પામ્યા જેથી આ ગંભીર સમસ્યા ઉકેલવાની જવાબદારી વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૃના શીરે આવેલ અને શ્રી નહેરૃએ તેમની કાર્યશૈલી મુજબ આ સમસ્યાના ઉકેલ માટે આગળ વધેલ, પોંડીચેરી તો ફ્રેન્ચો સાથે મંત્રણાથી ૩૧ ઓકટોબર ૧૯૫૪ ના રોજ આઝાદ થયેલ પરંતુ પોર્ટુગીઝ સરકાર અનેક પ્રયત્નો છતા તેના કબજા હેઠળના પ્રદેશો મુકત કરવા તૈયાર થયેલ નહી. જેથી ગોવાની પ્રજા સત્યાગ્રહ ઉપર ઉતરેલ તેના ઉપર શાસકોએ જુલ્મ ગુજારવાનું શરૃ કરેલ. આ આંદોલનમાં ૨૦૦ સત્યાગ્રહીઓ શહીદ થયેલ. જેને કારણે પ્રજામાં ભારે રોષ ફાટી નિકળેલ. આવા સંજોગોમાં ભારતસરકાર પાસે લશ્કરી તાકાત ઉપયોગ કરવા સીવાય કોઈ રસ્તો ન હતો જેથી ૧૯૬૨ ૧૬ મી ડિસેમ્બરે સેનાના જનરલ શ્રી ચૌધરીને આક્રમણ કરવાનો આદેશ આપેલ. જેના જવાબમાં આપણા બહાદુર જવાનો એ માત્ર ૩૩ કલાકમાં પોર્ટુગીઝ સેનાના ૩૧ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધેલ. પરિસ્થિતીને પારખી પોર્ટુગીઝ લશ્કરના વડા એન્ટોની ૩૦૦૦ સૈનિકો સાથે આપણા સૈન્યના શરણે આવેલ. આમ ૪૫૦ વર્ષ જુની પોર્ટુગીઝ સત્તાનો બુરી રીતે અંત આવેલ, બાદમાં ગોવાને અલગ રાજ્ય બનાવેલ અને દીવ-દમણને કેન્દ્રશાસીત સંઘમાં સમાવી લીધેલ,

ટંુંકમાં  સમગ્ર દેશની પ્રજા ૧૯૪૭ થી ૧૯૬૨ સુધીમાં આઝાદ થયેલ છે.

ખંધા, ચાલબાઝ અને દેશમાં અશાંતી ફેલાઇ રહે તેવા પ્રયાસો અંગ્રેજોએ આઝાદીના અંતિમ દિવસ સુધી કરેલા છે. ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ ના રોજ ભારતને આઝાદ કરવાનો નિર્ણય બ્રિટીશ સરકારે લઈ લીધેલ પણ જાણીબુઝી અશાંતી ઉભી કરવાના ઇરાદે કે ભૂલથી ભારત-પાકિસ્તાન વચ્ચે ભાગલાનો નકશો બનાવનાર અંગ્રેજી અધિકારી સર રેડકિલહે નકશા બનાવતી વખતે પશ્રિમ બંગાળના નાદિયા જીલ્લાના કેટલાક ભાગોને પાકિસ્તાનમાં બતાવી દીધેલ, જેથી ૧૫-ઓગષ્ટે આ સમાચાર નાદિયા જીલ્લાની પ્રજાને મળતા પ્રજામાં ભયંકર રોષ ફાટી નીકળેલ કારણ કે આ જીલ્લામાં મોટા પ્રમાણમાં હિંદુઓ વસતા હતા. આને કારણે કોમી દંગલ શરૃ થયેલા અને સમગ્ર જીલ્લો હિંસાની લપેટમાં આવી ગયેલ. આ આંદોલનની આગેવાની રાણી જ્યોતીમર્ય, કાબુલાહારી અને શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીએ સભાળેલ. આ ગંભીર અને દુઃખદ સમાચાર તાત્કાલીક અંતિમ બ્રિટીશ વાયસરોય માઉન્ટબેટનને પહોંચાડેલ અને વાયસરોયે આ અંગેની સમગ્ર સત્ય હકિકત જાણી તાત્કાલીક આ જડના મુળ સમાન નકશો બનાવનાર અંગ્રેજી અધિકારી સર રેડકિલફ ને રૃબરૃ હાજર થવા ફરમાન કરેલ. આ ગંભીર ભૂલ ભરેલા નકશામાં તુર્તજ સુધારો કરવા આદેશ આપેલ. આ અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા બે દિવસ વિતી ગયા. ૧૭ મી ઓગષ્ટ, ૧૯૪૭ ના રોજ મધ્યરાત્રીએ એ સુધારાની જાહેરાત કરેલ. જેના કારણો નાદિયાના રાણાઘાટ અને કૃષ્ણનગર ની પ્રજા ૧૮ મી ઓગષ્ટને આઝાદી દિવસ તરીકે ઉજવવા મજબુર બનેલ જે પ્રથા આજપણ ચાલુ છે.

-: સંકલન :-

તખ્તસિંહ(તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૩૧૩૦

 

(3:42 PM IST)