<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

શ્રાવણ મહિનાના ૪ સોમવાર તથા જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ

મનપાના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરશે : તા.૧૭,૨૪,૩૧ ઓગષ્ટ તથા ૪ અને ૭ સપ્ટેમ્બરના રોજ માંસ, મટન, મચ્છી, ચિકનનાં વેંચાણ પર પ્રતિબંધ

રાજકોટ,તા.૧૪: મનપા દ્વારા આગામી તા.૧૭, તા.૨૪, તા.૩૧ તા.૦૭ સપ્ટેમ્બરના રોજ ''શ્રાવણ માસના સોમવાર'' નિમિત્તે તથા તા.૦૪ સપ્ટેમ્બરના રોજ ''જન્માષ્ઠમી'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી.

 

(3:45 PM IST)