<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

માત્ર રસ્‍તા-દિવા નહી, હવે રાજકોટના વિચારો પણ ‘સ્‍માર્ટ' બનાવવા છેઃ નેહલ શુકલ

‘ચલતા રહુંગા પથ પર તો, ચલને મે માહિર બન જાઉંગા, યા તો મંઝીલ મિલેગી યા તો અચ્‍છા મુસાફિર બન જાઉંગા' : મનપા દ્વારા ૮૦માં સ્‍વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીઃ મેયર ડો. નેહલ શુક્‍લએ ત્રિરંગો લહેરાવી રાષ્‍ટ્રધ્‍વજને સલામી અર્પણ કરીઃ વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્‍પ સાથે રાજકોટને સ્‍વચ્‍છ, સુરક્ષિત અને વિકાસશીલ બનાવવાની હાકલઃ અટલ સરોવરેથી મેયરનો શહેરીજનોને સંદેશ

રાજકોટ, તા. ૧૫: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના ૮૦મા સ્‍વાતંત્ર્ય પર્વની અટલ સરોવર ખાતે ગૌરવભેર અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અટલ સ્‍માર્ટ સિટી વિસ્‍તાર, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે યોજાયેલા સમારોહમાં મેયર ડો. નેહલ શુક્‍લએ ત્રિરંગો લહેરાવી ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રધ્‍વજને સલામી અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ રાષ્‍ટ્રીય ગીત ‘વંદે માતરમ'ના સમૂહગાનથી કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ મેયર ડો. નેહલ શુક્‍લએ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો અને ઉપસ્‍થિત સૌએ રાષ્‍ટ્રગીત ‘જન ગણ મન'નું સમૂહગાન કર્યું હતું.

વિકસિત ભારત સાથે સ્‍માર્ટ અને વિકસિત રાજકોટનો સંકલ્‍પ

મેયર ડો. નેહલ શુક્‍લએ પ્રજાજોગ સંદેશમાં દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનાર અમર શહીદો અને સ્‍વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી સરહદ પર દેશની રક્ષા કરતા વીર જવાનો પ્રત્‍યે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશ ‘વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્‍પને સાકાર કરવા ઝડપથી આગળ વધી રહ્યો છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્‍વમાં ગુજરાત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે ત્‍યારે રાજકોટ પણ સ્‍માર્ટ સિટી મિશન, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, સ્‍વચ્‍છતા, ગ્રીન એનર્જી અને પાયાની સુવિધાઓના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. મેયરશ્રીએ અટલ સરોવરને માત્ર પર્યટન અને વિકાસનું સ્‍થળ નહીં, પરંતુ ‘સ્‍માર્ટ રાજકોટ, વિકસિત રાજકોટ'ના સંકલ્‍પનું જીવંત પ્રતીક ગણાવ્‍યું હતું.

આગામી છ મહિનામાં અનેક વિકાસકાર્યોને વેગ અપાશે

મેયરશ્રીએ આગામી સમયમાં રાજકોટના વિકાસ માટે હાથ ધરાનાર વિવિધ પ્રકલ્‍પોની રૂપરેખા રજૂ કરી હતી. શહેરની અંદાજે ૧૪ પેન્‍ડિંગ ટી.પી. સ્‍કીમના અભ્‍યાસને પ્રાથમિકતા આપી સરકારને પરામર્શ માટે મોકલવામાં આવશે. નવા રોડ શકય તેટલા સિમેન્‍ટના બનાવવાની દિશામાં આયોજન હાથ ધરાશે.

રાજકોટમાં અદ્યતન ફૂડ લેબોરેટરી શરૂ કરવા ઉપરાંત વોટર અને ડ્રેનેજ નેટવર્કને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવામાં આવશે. રામનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્‍તારને સ્‍વચ્‍છ અને ગંદકીમુક્‍ત બનાવી આસ્‍થાના કેન્‍દ્રની પવિત્રતા જળવાય તે દિશામાં કામગીરી હાથ ધરાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને મળેલા ૩૦ હજાર આવાસના પ્રોજેક્‍ટને આગળ ધપાવી આગામી એક વર્ષમાં અંદાજે ૧૦ હજાર આવાસના નિર્માણ માટેની યોજના રાજ્‍ય સરકારને મોકલવામાં આવશે.

ફરિયાદોના ઝડપી ઉકેલ માટે AI આધારિત સિસ્‍ટમ

શહેરીજનો અને કોર્પોરેટરોની ફરિયાદોના ઝડપી, સરળ અને પારદર્શક ઉકેલ માટે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) આધારિત સિસ્‍ટમ ઉપલબ્‍ધ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટને સ્‍વચ્‍છતા ક્ષેત્રે અગ્રેસર બનાવવા ૧૫૦ ટન ક્ષમતાનો MRF (Material Recovery Facility) પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવશે. આ ઉપરાંત ૧૦૦ CNG બસ માટે ર્પાકિંગ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવામાં આવશે.

મેયરશ્રીએ શહેરીજનોને રાજકોટને માત્ર સ્‍માર્ટ નહીં પરંતુ દેશના સૌથી સ્‍વચ્‍છ, સુરક્ષિત, રહેવાલાયક અને વિકાસશીલ શહેરોમાં અગ્રેસર બનાવવા સહભાગી બનવા અપીલ કરી હતી.

માત્ર રસ્‍તા કે દીવાઓ નહીં, વિચારો પણ સ્‍માર્ટ બનાવવા છે

મેયર ડો. નેહલ શુક્‍લએ જણાવ્‍યું હતું કે સ્‍વતંત્રતા માત્ર હક્કો ભોગવવાનો ઉત્‍સવ નથી, પરંતુ નાગરિક તરીકેની ફરજોનું સ્‍મરણ કરાવતો અવસર પણ છે. સામાજિક સમરસતા, શાંતિ, એકતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવી માતળભૂમિ પ્રત્‍યે સમર્પિત રહેવાનો સંકલ્‍પ લેવા તેમણે અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘‘માત્ર રસ્‍તા કે દીવાઓ નહીં, વિચારો પણ સ્‍માર્ટ બનાવવા છે અને આઝાદીના સાચા અમળતને દરેક ઘર સુધી પહોંચાડવું છે.'' આ ‘સ્‍વાતંત્ર્ય પર્વ'ના શાનદાર ઉજવણી સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરી ડો. નેહલ શુક્‍લ, ધારાસભ્‍યની ભાનુબેન બાબરિયા, ડેપ્‍યૂટી મેયર દક્ષાબેન વસાણી, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાની ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ નાયબ મ્‍યુનિસિપલ કમિશનરી ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ અન્‍ય અધિકારીશ્રીઓ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો, બહોળી સંખ્‍યામાં બાળકો, યુવાનો સહિત નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા અને આ શાનદાર ‘સ્‍વાતંત્ર્ય પર્વ'ને ઉત્‍સાહ અને ગર્વપૂર્વક માણ્‍યો હતો.

મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત દિલધડક રેસ્‍કયૂ ઓપરેશન

રાજકોટઃ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આકર્ષણનું કેન્‍દ્ર રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસિસના જવાનોનું દિલધડક રેસ્‍કયૂ નિદર્શન રહ્યું હતું. મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અટલ સરોવરમાં ડૂબતા બે વ્‍યક્‍તિને બચાવવાની વોટર રેસ્‍કયૂ કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત હાઈરાઇઝ ઇમારતમાં આગ લાગવાના બનાવ સમયે લોકોને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવામાં આવે છે તે દર્શાવતું હાઈરાઇઝ ફાયર રેસ્‍કયૂ ઓપરેશન પણ રજૂ કરવામાં આવ્‍યું હતું. બંને દિલધડક રેસ્‍કયૂ ઓપરેશન નિહાળી ઉપસ્‍થિત મહાનુભાવો અને શહેરીજનો રોમાંચિત થયા હતા.

 

 

 

(2:10 PM IST)