તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં વિશેષ પૂજા-પાઠ અને અભિષેક : દર્શનાર્થીઓ ઉમટયા

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોય શિવ મંદિરોમાં ભાવિક ભકતોએ વિશેષ પૂજા, પાઠ, અભિષેક અને સત્સંગનો લાભ લીધો હતો. હર હર મહાદેવ, ૐ નમઃ શિવાયના નાદથી મંદિરો ગુંજી ઉઠયા હતા. આખો દિવસ વિવિધ ધર્મમય કાર્યક્રમો અને સાંજે દીપમાળા, ધૂન સત્સંગના પણ આયોજનો થયા છે. તસ્વીરમાં શહેરના સુપ્રસિધ્ધ શ્રી જાગનાથ મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર અને હરિવંદના કોલેજ સંકુલમાં થઇ રહેલ શિવ પૂજન નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:24 AM IST)










