<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાજકોટ ટ્રાફિક શાખાના બે કર્મચારીઓનું ૧૫મી ઓગસ્‍ટની ઉજવણીમાં ખાસ સન્‍માન કરવામાં આવ્‍યું

ડીસીપી ડો.હરપાલસિંહ જાડેજા અને એસીપી ટ્રાફિક શાખા એમ.એમ. લાલીવાલાના માર્ગદર્શન હેઠળ બંનેએ કરી હતી નોંધપાત્ર કામગીરી

રાજકોટઃ ૧૫મી ઓગસ્‍ટ સ્‍વતંત્રતા દિનની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક શાખાના બે કર્મચારીઓને તેમની ઉત્‍કળષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સન્‍માનપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા અને એસીપી ટ્રાફિક એમ.એમ. લાલીવાલાના માર્ગદર્શન અને સુચના મુજબ બંને કર્મચારી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક શાખા ખાતે ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ રજનીબેન ભગવાનજીભાઈએ વર્ષ ૨૦૨૬માં ટોઇંગ વાહનના ઇન્‍ચાર્જ તરીકે ફરજ દરમિયાન શહેરી વિસ્‍તારમાં ગેરકાયદેસર ર્પાકિંગ, ટ્રાફિકને અડચણરૂપ અને નો-ર્પાકિર્ંંગમાં રહેલ વાહનો સામે કાયદેસરની કામગીરી કરી રોડ-રસ્‍તા ખુલ્લા રાખવામાં ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી. તેમજ ટ્રાફિક શાખાના એએસઆઇ  ધર્મેન્‍દ્રસિંહ વિજયસિંહે વર્ષ ૨૦૨૬માં ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકો સામે વન-નેશન વન-ચલણ એપ્‍લિકેશન મારફતે વધુમાં વધુ એન્‍ફોર્સમેન્‍ટની કાયદેસરની પ્રશંસનીય કામગીરી કરી હતી. આ બંને કર્મચારીઓને ૧૫મી ઓગસ્‍ટના રાજકોટ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્‍માનપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્‍યા હતા.

(2:12 PM IST)