તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
પ્રસંશનીય કામગીરી બદલ એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિત ૭નું સન્માન
કલેક્ટર તરફથી જાહેર થયેલા એવોર્ડ અંતર્ગત તમામને ગોંડલ ખાતેના કાર્યક્રમમાં સન્માનીત કરાયાઃ પીઆઇઆઇ વી. વી. ધ્રાંગુ, સી. બી. જાડેજાનો પણ સમાવેશ

રાજકોટઃ એંસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત શહેર પોલીસના પીએસઆઇ સહિત ૭ને વિશિષ્ટ કામગીરી બદલ કલેક્ટર તરફથી એવોર્ડની જાહેરાત કરાતા તમામને ગોંડલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ રાઇટર અને એએસઆઇ નિલેશભાઈ મકવાણાનું પણ સન્માથ થયું હતું. તેમણે ખૂનના ત્રણ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન સજા પડતાં તેના કાગળો તૈયાર કર્યા હતા. આ ઉપરાંત ખૂનની કોશિષના કેસમાં ત્રણ આરોપીઓને ૧૨-૧૨ વર્ષની સજા થઇ હતી. પોક્સો વીથ દુષ્કર્મના આઠ કેસમાં ૯ આરોપીઓને આજીવન કેદથી લઇ ૨૦ વર્ષની સજા થઈ હતી. ૨૭ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ ઉપરાંત અપહરણના ૨૩ કેસોમાં ભોગ બનનારાઓને શોધી કાઢયા હતા. આ ઉપરાંત એસઓજીના પીએસઆઇ વી.વી. ધ્રાંગુ, ક્રાઈમ બ્રાંચમાં તમામ ગેંગો સામે થયેલા ગુજસીટોકના કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીએસઆઇ સી. બી. જાડેજા, હેડક્વાર્ટરના એએસઆઈ અસલમ મહંમદ હનીફભાઈ અને જેતપુર સિટીના એએસઆઈ સંગીતાબેન મેઘજીભાઈ રાઠોડને પણ સન્માનિત કરાયા હતા
(2:13 PM IST)










