તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
ચાંદીની પટ્ટીના ફીંડલાની ચોરીનો ભેદ ખુલ્યોઃ રીઢી તસ્કરણી લીલા પકડાઇ
સામા કાંઠે કનકનગરમાં ધોળે દિવસે ચોરી થઇ હતી અગાઉ પાંચ ગુનામાં સંડોવણીઃ ક્રાઇમ બ્રાંચના મહેશભાઇ સોલંકી, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ ખાંડેખા, નિકુંજભાઇ મારવાની બાતમીથી ભેદ પીએસઆઇ એસ. એમ. રાણાની ટીમે ભેદ ઉકેલ્યો

રાજકોટ તા. ૧૭: શહેરના સામા કાંઠે થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી એક તસ્કરણીને પકડી લઇ રૂા. ૨,૭૦,૦૦૦ની કિંમતની ચાંદીની પટ્ટીનું ફીંડલુ ૨૫ ટનનું કબ્જે કર્યુ છે. આ મહિલા અગાઉ પણ ચોરીના પાંચ ગુનામાં પકડાઇ હતી અને એક વખત પાસામાં પણ જઇ આવી હતી. આમ છતાં છુટીને ફરીથી ચોરીના રવાડે ચડી હતી.
જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર કનકનગરમાં આવેલ એસ. એસ. સિલ્વર આર્ટ નામની દુકાનમાંથી ભરબપોરે ચાંદીની પટ્ટીનું ફીંડલુ ચોરાઇ ગયું હતું. રાજેશભાઇ વલ્લભભાઇ પીઠવા નામના વેપારીએ આ મામલે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બપોરના સમયે તેઓ જમવા ગયા ત્યારે ચોરી થઇ હતી. એક મહિલા સીસીટીવીમાં કેદ થઇ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા, નિકુંજભાઇ મારવીયાને મળેલી બાતમી પરથી લીલા ધીરૂભાઇ વાઘેલા (ઉ.વ.૪૧-રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે યાર્ડ પાછળ માલધારી સોસાયટી સિતારામ ચોક)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૨.૭૦ લાખનું ચાંદીની પટ્ટીનું ફીંડલુ કબ્જે કર્યુ છે.
પોલીસના કહેવા મુજબ લીલા વાઘેલા જુની તસ્કરણીની છાપ ધરાવે છે. અગાઉ તે ગાંધીગ્રામ પોલીસમાં ત્રણ વખત, એ-ડિવીઝનમાં ચોરીના ગુનામાં બે વખત પકડાઇ હતી. તેમજ એક વખત પાસામાં પણ ધકેલાઇ હતી. જેલમાંથી છુટી ફરીથી ચોરીના રવાડે ચડી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુેમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, હેડકોન્સ. તુલસીભાઇ ચુડાસમા, સાગરભાઇ માવદીયા, લાલજીભાઇ હાડગરા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, કોન્સ. દિવ્યાબેન ચોૈહાણે આ કામગીરી કરી હતી.
(2:35 PM IST)










