<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાજકોટ રેલવે ડિવિઝનમાં ૮૦માં સ્‍વતંત્રતા દિવસની ઉત્‍સાહપૂર્વક ઉજવણી

રાજકોટ, તા. ૧૭ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૮૦મો સ્‍વતંત્રતા દિવસ ઉત્‍સાહપૂર્વક ઉજવવામાં આવ્‍યો. આ પ્રસંગે રાજકોટ સ્‍થિત ડીઆરએમ કાર્યાલય પરિસરમાં યોજાયેલા સમારોહમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીનાએ ધ્‍વજવંદન કર્યું, રાષ્‍ટ્રીય ધ્‍વજને સલામી આપી તથા સમારંભિક પરેડનું નિરીક્ષણ કર્યું.   મીનાએ રેલકર્મીઓને સંબોધિત કરતા તેમને તથા તેમના પરિજનોને સ્‍વતંત્રતા દિવસની શુભેચ્‍છાઓ પાઠવી અને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક  રામાશ્રય પાંડેનો સંદેશ સંભળાવ્‍યો.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર  સુનીલ કુમાર મીનાના જણાવ્‍યા અનુસાર, ત્‍યારબાદ યોજાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં રેલ કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતો અને સમૂહ નળત્‍યે સમગ્ર વાતાવરણને દેશભક્‍તિની ભાવનાથી સભર કરી દીધું. રાજકોટ ડિવિઝનમાં ‘સ્‍વતંત્રતા દિવસ સમારોહ-૨૦૨૬' અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્‍કળષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગોના કુલ ૪૦ કર્મચારીઓને ડિવિઝનલ રેલ પ્રબંધક  ગિરિરાજ કુમાર મીના દ્વારા મેરિટ સર્ટિફિકેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા.

૮૦મા સ્‍વતંત્રતા દિવસના પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્‍યાણ સંગઠન (WRWWO), રાજકોટ દ્વારા રાજકોટ સ્‍થિત રેલવે હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓને ફળોના પેકેટ વિતરિત કરવામાં આવ્‍યા. આ પ્રસંગે હોસ્‍પિટલના સ્‍ટાફને ડિનર સેટ અને ર્સવિંગ પ્‍લેટ્‍સ પણ ભેટ આપવામાં આવ્‍યા. આ કાર્યક્રમમાં પ?મિ રેલવે મહિલા કલ્‍યાણ સંગઠન, રાજકોટના અધ્‍યક્ષ  મુકેશી મીના, ઉપાધ્‍યક્ષ મતી રશ્‍મિ સિંહ અને સચિવ મતી એકતા જૈન તથા તેમની ટીમ ઉપસ્‍થિત રહી.

સ્‍વતંત્રતા દિવસના આ સમારોહમાં અપર ડિવિઝનલ રેલ પ્રબંધક  બ્રિજેશ કુમાર સિંહ, ડિવિઝનલ સિકયુરિટી કમિશનર  કમલેશ્વર સિંહ, વરિષ્ઠ ડિવિઝનલ કાર્મિક અધિકારી  અમળત સોલંકી, મુખ્‍ય તબીબી અધિક્ષક ડૉ. રાજકુમાર, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનો અને સંગઠનોના હોદ્દેદારો, પેન્‍શનર્સ તથા રેલ કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા.

કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ ડિવિઝનલ સામગ્રી પ્રબંધક મતી આશા રજનીએ સમારોહને સફળ બનાવવા માટે તમામનો આભાર વ્‍યક્‍ત કર્યો

(2:36 PM IST)