<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

કાલે રાજકોટના ૭ર નગરસેવકોનો સન્‍માન સમારોહ

અખિલ ગુજરાત કર્મચારી મંડળ અને કર્મચારી એકતા મંડળ દ્વારા

રાજકોટ : અખિલ ગુજરાત કર્મચારી મંડળ અને કર્મચારી એકતા મંડળ દ્વારા રાજકોટના તમામ નગરસેવકોના સન્‍માન સમારોહ તા. ૧૮ મંગળવારના સાંજે ૭:૩૦ વાગ્‍યાથી ડૉ. આંબેડકર ભવન, સેન્‍ટ્રલ ઝોન કચેરી કમ્‍પાઉન્‍ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સાથે ૭ર નગરસેવકો એક મંચ પર ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય કોર્પોરેટર અને કર્મચારીઓ ઓળખાણ થાય કોર્પોરેટર અને કર્મચારીઓ વચ્‍ચે સારા સંબંધ પ્રસ્‍થાપિત થાય, એકતાના તાંતણે એક સુર થાય તેમ યાદીમાં જણાવાયું છે.

અખિલ ગુજરાત કર્મચારી મંડળ અને કર્મચારી એકતા મંડળ દ્વારા આયોજિત ૭ર નગરસેવકોના ઐતિહાસિક સન્‍માન સમારોહમાં મેયર ડૉ. નેહલભાઇ શુકલ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. કમલેશભાઇ જોશીપુરા, પૂર્વ કેબિનેટ મિનિસ્‍ટર ઉમેશભાઇ રાજયગુરૂ, પ્રદેશ ભાજપ અગ્રણી કશ્‍યપભાઇ શુકલ, પૂર્વ ધારાસભ્‍ય સિદ્ધાર્થભાઇ પરમાર, બાર કાઉન્‍સિલના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયા, સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસકપક્ષના પૂર્વ નેતા રાજુભાઇ બોરીચા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, કીર્તીભાઇ બુદ્ધદેવ, મ્‍યુ. કમિશનર તુષાર ડી. સુમેરા, ડે. કમિશનર એચ.આર. પટેલ, જયેન્‍દ્રભાઇ મહેતા, વલ્લભભાઇ પીપળીયા, અમિતભાઇ ચોલેરા, સુખદેવસિંહ જાડેજા, બળદેવસિંહ જાડેજા, ઇશ્વરભાઇ સોલંકી, મનોજભાઇ દવે, હિતેષભાઇ મહેતા, જયેશભાઇ જોશી, હરેશભાઇ લખતરિયા, રાહુલભાઇ પરમાર, અમીનભાઇ નાગોરી, હરેશભાઇ ચાચીયા વિગેરે ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઇ વાઘેલા શામજીભાઇ ઇહોરા, મુકેશભાઇ વાણીયા, મહેન્‍દ્રભાઇ દાફડા, લલિત સોલંકી, અશોકભાઇ જાધવ, દિલીપભાઇ મીરાણી, કૌશિક સોલંકી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:09 PM IST)