<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટના ૭૦થી વધુ ધાર્મિક સ્‍થળોએ મનપાની સઘન સફાઈ ઝુંબેશ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મહાનગરપાલિકાનું વિશેષ સ્‍વચ્‍છતા અભિયાન શહેરના વિવિધ વોર્ડમાં આવેલા શિવ મંદિર પરિસર, પ્રવેશદ્વાર અને આસપાસના માર્ગોની સફાઈઃ શ્રદ્ધાળુઓને સ્‍વચ્‍છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે માટે વિશેષ વ્‍યવસ્‍થાઃ નાગરિકોને ધાર્મિક અને જાહેર સ્‍થળોએ કચરો ન ફેંકી ‘સ્‍વચ્‍છ રાજકોટ - સ્‍વસ્‍થ રાજકોટ'ના સંકલ્‍પમાં સહભાગી બનવા અપીલ

રાજકોટ, તા.૧૭: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરના શિવ મંદિરો અને અન્‍ય ધાર્મિક સ્‍થળોના પરિસર તથા આસપાસના વિસ્‍તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી તેમને સ્‍વચ્‍છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે હેતુથી શહેરના વિવિધ વોર્ડમાં આવેલા ૭૦થી વધુ ધાર્મિક સ્‍થળોને આવરી લઈ વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિના ચેરમેન કિર્તીબા રાણાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું કે, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના અવસરને ધ્‍યાનમાં રાખીને શહેરના શિવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગળતિ ફેલાય તે હેતુથી આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

શ્રાવણ માસમાં શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં આવેલા શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને જળાભિષેક માટે પહોંચતા હોય છે. આ બાબતને ધ્‍યાને રાખીને મહાનગરપાલિકાની ટીમો દ્વારા મંદિર પરિસર, પ્રવેશદ્વાર, આસપાસના માર્ગો અને જાહેર સ્‍થળોની સફાઈ કરવામાં આવી હતી. કચરો તથા અન્‍ય ગંદકી દૂર કરીને મંદિર આસપાસનો વિસ્‍તાર સ્‍વચ્‍છ રાખવા માટે જરૂરી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.

વોર્ડ નં. ૧થી ૧૮ સુધીના મંદિરો આવરી લેવાયા

મહાનગરપાલિકાની સફાઈ ઝુંબેશમાં શહેરના લગભગ તમામ વોર્ડના જાણીતા શિવ મંદિરો અને ધાર્મિક સ્‍થળોને આવરી લેવામાં આવ્‍યા હતા. જેમાં ધર્મેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, સર્વેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, અલ્‍કેશ્વર મહાદેવ, ભોમેશ્વર મહાદેવ, ઈશ્વરીયા મહાદેવ, શ્રી કામનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, બ્રહ્મ ેશ્વર, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, તિલકેશ્વર, રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, આશુતોષ મહાદેવ, ચંદ્રમોલેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, પુષ્‍કરધામ મહાદેવ, પ્રગટેશ્વર, વિશ્વેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ, દીનેશ્વર, યોગેશ્વર, જડેશ્વર, ભીડભંજન, ભવનાથ, બિલેશ્વર અને મંગલેશ્વર સહિતના ધાર્મિક સ્‍થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા માત્ર મંદિર પરિસરની સફાઈ પૂરતું અભિયાન મર્યાદિત રાખવામાં આવ્‍યું નહોતું, પરંતુ આસપાસના મુખ્‍ય માર્ગો અને જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા ઉપર પણ વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું હતું. મેયર ડો. નેહલ શુક્‍લ સહિતના પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના નાગરિકોને અપીલ કરતાં જણાવ્‍યું છે કે ધાર્મિક સ્‍થળો, મંદિર પરિસર તથા જાહેર વિસ્‍તારોમાં કચરો ન ફેંકવો અને સ્‍વચ્‍છતા જાળવવામાં મહાનગરપાલિકાને સહયોગ આપવો. નાગરિકોની સક્રિય ભાગીદારીથી જ ‘‘સ્‍વચ્‍છ રાજકોટ - સ્‍વસ્‍થ રાજકોટ'' ના સંકલ્‍પને વધુ અસરકારક રીતે સાકાર કરી શકાશે.

(3:26 PM IST)