<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

કોપર વાયર ચોરતી ટોળકીને આજીડેમ પોલીસે ઝડપીઃ ૪ શખ્‍સ ઝડપાઇ ગયા

પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ રવિભાઇ વાંક અને ટીમની કામગીરીઃ ગોપાલભાઇ, પિયુષભાઇ, મનિષભાઇની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: શહેર આજીડેમ પોલીસે કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી ચાર શખ્‍સોને પકડી લઇ રિક્ષા, કોપરવાર, સ્‍ટીલનું પનુ, કટર, ડીસમીસ મળી રૂા. ૬૨ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ગોપાલભાઇ બોળીયા, પિયુષભાઇ ચીરોડીયા, મનિષભાઇ શીરોડીયાને બાતમી મળી હતી કે જીજે૦૩એડબલ્‍યુ-૦૨૩૦ નંબરની રિક્ષામાં ત્રણ શખ્‍સો ચોરાઉ કોપર વાયર સાથે નીકળ્‍યા છે. આ બાતમી પરથી લોઠડા ગામ વડાલીયા ફૂડ પાસે વોચ રાખી ત્રણ શખ્‍સો ઇરફાન નીઝામભાઇ સરવદી (ઉ.વ.૨૬-રહે. ગુંદલા તા. મુંદ્રા કચ્‍છ, મુળ નેકનામ ટંકારા), ઇમરાન યુસુફભાઇ શેખ (ઉ.વ.૩૦-રહે. વિરમગામ, અમદાવાદ) અને સંજય રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૪-રહે. જુનાગઢ ધાર વિસ્‍તાર સુખનાથ ચોક) તથા સન્‍ની વિજુભાઇ સોલંકી (ઉ.વ.૨૪-રહે. મોટી ટાંકી ચોક પાસે ફૂટપાથ પર)ને પકડી લઇ ૪૨ હજારનો ૬૦ કિલો કોપર વાયર, ૨૦ હજારની રિક્ષા અને ચોરીના સાધનો કબ્‍જે કર્યા છે.

ઝડપાયેલાઓમાં ઇરફાન અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં, ઇમરાન રાજકોટ, ઉના, જુનાગઢમાં ચોરી સહિતના ૮ ગુનામાં, સંજય જુનાગઢમાં ચોરી સહિતના ૭ ગુનામાં અને સન્‍ની જુનાગઢમાં હત્‍યાના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચનાથી આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેષભાઇ અગ્રાવત, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, પ્રદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ શિરોડીયા, કુલદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ પરમાર અને પ્રતિકભાઇ બોરસદીયાએ કરી હતી.

(3:43 PM IST)