<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

જન્‍માષ્‍ટમીનો ઝળહળાટઃ સાહિત્‍ય વિતરણઃ બુધવારે મંડળોની બેઠક

કેશવને બાલ્‍ય કાલ મેં દ્રશ્‍ય ઐસા દિખલાયા થા, પુતના ઓૈર કંઇ અસુરો કો નિઃશસ્‍ત્ર ધૂલ ચટાયા થા.... ગુરૂવારે ટ્રાન્‍સપોર્ટ સંચાલકો સાથે બેઠકઃ ફલોટ અને લતા સુશોભન માટે મધ્‍યસ્‍થ કાર્યાલય નાગર બોર્ડીંગ ખાતે નોંધણી


 

રાજકોટ, તા., ૧૭ : શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી એ પ્રેમ, ભક્‍તિ અને ધર્મની પરંપરાનો મહાપ્રતિક્ષિત પર્વ છે. આ દિવસે ભગવાન શ્રીકળષ્‍ણના ચરિત્ર, ઉપદેશ અને જીવનમૂલ્‍યોને સ્‍મરણ કરી આપણે જીવનમાં સાચી દિશા મેળવીએ છીએ. કળષ્‍ણના કરુણાપૂર્વકના સંદેશો આજે પણ સમસ્‍ત માનવજાતને શાંતિ અને સુખ તરફ દોરી જાય છે.

વિહિપ દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી રાજકોટની પાવન ભૂમિ ઉપર લાખો ભક્‍તોની હાજરીમાં ભવ્‍યાતીત ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી અને જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના મહા મંત્રી પરેશ રૂપારેલિયાએ જણાવ્‍યું કે, જન્‍માષ્ટમી મહોત્‍સવને ભવ્‍ય બનાવવા માટે વિવિધ મંડળો, ટ્રાન્‍સપોર્ટરો તેમજ મહોત્‍સવ સાથે સંકળાયેલા લોકોની  મહત્‍વપૂર્ણ ભૂમીકા રહેતી હોવાથી અલગ અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સર્વે મંડળોની બેઠકઃ તારીખ ૧૯  બુધવાર, સમય : રાત્રે ૯ કલાકે,સ્‍થળઃ નાગર બોર્ડીંગ, વિરાણી સ્‍કુલના ગેઇટ સામે, ટાગોર રોડ તથા ટ્રાંસપોર્ટરોની બેઠક :  તારીખ :  ૨૦ ઓગસ્‍ટ, ગુરુવાર, સમય સાંજે ૭ કલાકે, તે જ સ્‍થળે યોજાશે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ સાથે સંકળાયેલા તમામ મંડળોના પ્રતિનિધિઓને આ બેઠકમાં સમયસર ઉપસ્‍થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે. તમામ ટ્રાન્‍સપોર્ટરોને બેઠકમાં ઉપસ્‍થિત રહી આયોજન અંગે જરૂરી સહયોગ અને વ્‍યવસ્‍થા અંગે ચર્ચા કરવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત જન્‍માષ્ટમી મહોત્‍સવ નિમિત્તે નાગર ર્બોડિંગ ખાતે આવેલ જન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલય પરથી વિવિધ પ્રકારના સાહિત્‍યનું વિતરણ ચાલુ છે. મહોત્‍સવ સાથે જોડાવા ઇચ્‍છતા લોકો માટે વિવિધ પ્રકારની નોંધણી પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જન્‍માષ્ટમી ફ્‌લોટ સુશોભનની નોંધણી તેમજ લતા સુશોભનની નોંધણી સહિતની નોંધણી કરવામાં આવી રહી છે. જન્‍માષ્ટમી મહોત્‍સવમાં ભાગ લેવા ઇચ્‍છુક મંડળો, સંસ્‍થાઓ, કાર્યકર્તાઓ તથા અન્‍ય સંબંધિત લોકો વધુ માહિતી તથા નોંધણી માટે નાગર ર્બોડિંગ ખાતેના જન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલય ખાતે કાર્યાલય કમિટી ના સભ્‍ય રાજુભાઈ ઉંમરાણીયા (૯૮૭૯૮૪૭૩૦૬) દિલીપભાઈ દવે (૯૪૨૯૦૧૮૬૦૯), પંકજભાઈ તાવીયા (૯૮૨૪૯૯૨૬૮૮), હેનિલસિંહ પરમાર (૮૦૦૦૬ ૬૪૪૪૪), ધનરાજભાઇ રાઘાણી તથા અનતભાઇ નેનૂજીનો સંપર્ક કરી શકે છે

(3:30 PM IST)