<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 0૪.૭૮ લાખના ૩૦ ચોરાયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપાયા

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અને પીઆઈ. એ.એસ. ચાવડા, પીઆઈ એમ.એલ. ડામોર અને પીઆઈ સી.એચ. જાદવની રાહબરીમાં ભરતભાઇ દેસાઈ, નગમાબેન સુમરાની કામગીરી

​રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક અને નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનર ભરત.બી. બસીયાની અધ્યક્ષતામાં અને પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે 'CEIR' પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફોન ટ્રેસ કર્યા હતા. ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સફળ કામગીરી કરીને કુલ ₹૪,૭૮,૦૦૦ ની કિંમતના ૩૦ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા.

​'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજીને આ તમામ રિકવર કરાયેલા મોબાઈલ પી.આઈ. એ.એસ. ચાવડા, પી.આઈ. એમ.એલ. ડામોર અને પી.આઈ. સી.એચ. જાદવના હસ્તે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ કામગીરી એ.એસ.આઈ. ભુપતભાઈ કે. દેસાઈ અને પો.કોન્સ. નગ્માબેન એમ. સુમરાએ કરી હતી.

(7:10 PM IST)