તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું વધુ એક કૂટણખાનું ઝડપાયું
બિગ બાજાર પાસે 'B2 ફેમિલી સ્પા'માં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો: બે પકડાયા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અને પોલીસ ઇન્સ.બી.બી.જાડેજાના નેતૃત્વમાં પીએસઆઇ આર.કે. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીગ બજાર ચોક ખાતે સ્પાની આડમાં ચાલતા કૂંટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે સફળ રેઇડ કરીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીગ બજાર ચોક, પાનવાલા દુકાન ઉપર પ્રથમ માળે આવેલા “B2 ફેમિલી સ્પા” માં સંચાલકો દ્વારા બહારથી યુવતીઓ બોલાવી મસાજના નામે ગ્રાહકો પાસેથી આર્થિક લાભ મેળવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલી અને રેઇડ પાડી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રાહકો પાસેથી સ્પામાં એન્ટ્રી ફી પેટે ૧૦૦૦ રોકડા લેવામાં આવતા હતા અને ત્યારબાદ શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ ૩૦૦૦ અલગથી 'એક્સ્ટ્રા સર્વિસ' ના નામે વસૂલવામાં આવતા હતા. પોલીસે સ્થળ પરથી ૧ મોબાઇલ ફોન સહિત કુલ ૯,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ ૩,૪,૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ઝડપાયેલા આરોપીઓના નામ પ્રિન્સરાજ અમિત તિવારી (ઉ.વ.૨૧, રહે. ફાઇસ નં.૫૪/૩, દતાત્રેયપાર્ક, કાલાવડ રોડ, મેટોડા, તા.જી.રાજકોટ) અને બરસાબેન કનૈયા ઝા (ઉ.વ.૩૨, રહે. ફાઇસ નં.૫૪/૩, દતાત્રેયપાર્ક, કાલાવડ રોડ, મેટોડા, તા.જી.રાજકોટ) છે. શહેર મહેરબાન પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ચ મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી.જાડેજાના નેતૃત્વમાં પીએસઆઇ આર.કે. ગોહિલ, એએસઆઇઅજયકુમાર શુક્લા, સલીમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ જીગ્નેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, કોન્સ્ટેબલ હસમુભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, જ્યોતીબેન બાબરીયાએ કરી છે.
(7:57 PM IST)










