તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
એસઓજીએ ૧.૨ કરોડનો ગાંજો ભરેલો ટ્રક પકડયો
ઓરિસ્સાથી હડાળાના અમિત ઉર્ફે ગુરખાએ સ્ટીલના પાઇપની આડમાં ૨૦૫ કિલો ગાંજો મોકલ્યો હતો : રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં સપ્લાય થાય એ પહેલા જપ્ત : ટ્રકચાલક મહમદ ઉર્ફે કાળો અને સાથેના અરબાઝ સંધીની ધરપકડઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈત્ન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોધરી, પીએસઆઇ વી.વી. ધ્રાંગુ, બી. વી. ચુડાસમા, એમ. વી. જાડેજા, પીએસઆઇ દિવ્યેશભાઇ મહેતા અને ટીમની કામગીરી : એએસઆઇ રાજેશભાઇ બાળા અને સિધ્ધરાજસિંહ જાડેજા તથા સ્નેહભાઇ ભાદરકાની બાતમી : બામણબોર પાસે ટીમની કાર્યવાહી :ગાંજો રાજકોટ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, મોરબીમાં પહોંચાડવાનો હતોઃ જંગલેશ્વરના રમીઝ ઉર્ફે મોયાએ મંગાવ્યો હતોઃ તેની અને અમિત ગુરખાની શોધખોળ : ઠાઠામાં સ્ટીલના પાઇપની પાછળ ૯ બાચકાઓમાં સેલોટેપ ચોંટાડીને

તસ્વીરમાં શહેર એસઓજીની સમગ્ર ટીમ, જપ્ત થયેલો ગાંજો, ટ્રકમાં કઇ રીતે સળીયા નીચે ગાંજો હતો તેના દ્રશ્યો, ગાંજાના સેલોટેપ લગાડી બનાવાયેલા પાર્સલો, પકડાયેલા બંને ટ્રક ચાલકો અને વિગતો જણાવતાં જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી અને ટીમ નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૮: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ વખતે સોૈરાષ્ટ્રભરમાં ગાંજાના સપ્લાયની લિંક તોડી નાંખવામાં આવી છે. ઓરિસ્સાથી હડાળાના શખ્સે ટ્રકમાં સ્ટીલ પાઇપની આડમાં ૧ કરોડ ૨ લાખની કિંમતનો ૨૦૪ કિલો ગાંજો ભરીને રાજકોટના જંગલેશ્વરના શખ્સને મોકલ્યો હતો. જો કે આ ગાંજો મંગાવનાર સુધી પહોંચ્યા બાદ સોૈરાષ્ટ્રના બીજા ગામોમાં સપ્લાય થાય એ પહેલા બામણબોર ચેક પોસ્ટ પાસે પકડી લેવામાં સફળતા મળી હતી. ટ્રક ચાલક સહિત બે શખ્સને એસઓજીએ દબોચી લઇ મોકલનાર અને મંગાવનારાને શોધવા તપાસ આગળ ધપાવી છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક દ્રવ્યોનું વેંચાણ સપ્લાય અટકે તેમજ આવા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે સે નો ટુ ડ્રગ્સ હેઠળ ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સ્નેહભાઇ ભાદરકાને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રક ચોટીલાથી રાજકોટ તરફ આવી રહ્યો છે અને તેમાં સ્ટીલના પાઇપની આડમાં માદક પદાર્થ છુપાવેલો છે. આ બાતમીને આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ રાખવામાં આવતાં બાતમી મુજબનો ટ્રક આવ્યો હતો. જીજે૦૩બીવી-૫૧૧૨ નંબરનો ટ્રક આંતરી લઇ તપાસ કરવામાં આવતાં પાછળ ઠાઠામાં સ્ટીલનો જથ્થો ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે ગણતરી કરતાં આ પાઇપની કિમત રૂા. ૨૩,૧૭,૭૩૦ થઇ હતી. જો કે આ ટ્રકમાં માદક પદાર્થ હોવાની પાક્કી માહિતી હોઇ ટ્રક ચાલક અને સાથેના શખ્સની પુછતાછ કરવામાં આવી હતી.
આ બંનેએ પોતાના નામ મહમદ ઉર્ફે કાળો હુશેનભાઇ ઉર્ફે કડીબાપુ સરવદી (ઉ.વ.૨૬-રહે. બાપા સિતારામ ચોક, કોળીવાડા આહિરના મકાનમાં ભાડેથી ઉપલેટા) તથા અરબાઝ સલીમભાઇ સંધી (ઉ.વ.૨૭-રહે. ભગવતીપરા સૈફી પાર્ક બ્લોક નં. ૨૩) જણાવ્યા હતાં. ટ્રકમાં તપાસ કરતાં કેબીનમાંથી લોખંડના પાઇપને લગતા ઓરિસ્સાના કાગળો પણ મળ્યા હતાં. તાલપત્રીથી બાંધેલા ઠાઠા પરથી તાલપત્રી હટાવીને તપાસ કરતાં પાઇપનો જથ્થો આગળની જગ્યામાં દેખાયો હતો. તેની પાછળ અલગ અલગ કલરના બાચકાઓ હતાં. જે બાચકાઓ ખોલીને જોતાં કુલ ૯ બાચકામાંથી સેલોટેપ ચોટાડી ર્પાલ બનાવેલા મળ્યા હતાં. આવા ૯૯ પાર્સલ વારાફરતી પોલીસની ટીમે ખોલીને જોતાં અંદરથી વનસ્પતિ જન્ય ડાળખા પાંદડાનો જથ્થો નીકળ્યો હતો. એફએસએલ અધિકારી ક. એમ. તાવીયાએ આ પદાર્થ ગાંજો હોવાનો રિપોર્ટ આપતાં પોલીસે કાર્યવાહી કરી હતી.
ગાંજાની ગણતરી કરતાં કુલ રૂા. ૧,૦૪,૩,૫૫૦નો ૨૦૪ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ટ્રક ચાલક અને સાથેના શખ્સની પુછતાછ કરતાં બંનએ કબુલ્યું હતું કે પોતે બંને ડ્રાઇવીંગ કામ કરે છે. આ ગાંજાનો જથ્થો ઓસ્સિાથી મુળ રાજકોટના મોરબી રોડ પર મોમાઇ હોટેલ પાછળ હડાળામાં રહેતાં અમિત ઉર્ફે ગુરખાએ ભરી આપ્યો હતો. તે પણ સાથે હતો પણ ચોટીલા આસપાસ ઉતરી ગયો હતો. આ ગાંજો જંગલેશ્વર વિસ્તારના રમિઝ ઉર્ફે માયો રજાકભાઇને પહોંચાડવાનો હતો. આ કબુલાતને આધારે આ બંનેની શોધખોળ થઇ રહી છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રાજકોટ જંગલેશ્વરમાં ગાંજો પહોંચ્યા બાદ રાજકોટ તેમજ ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, મોરબીમાં આ ગાંજાની સપ્લાય કરવાની હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, બી. વી. ચુડાસમા, એમ. વી. જાડેજા, ડીસીપી પીએસઆઇ દિવ્યેશભાઇ મહેતા, એએસઆઇ રાજેશભાઇ બાળા, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકા, જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, કોન્સ. રવિભાઇ ધગલ, યશપાલસ્ંિહ ઝાલા, યોગેન્દ્રસિંહ ઝાલા, અનોપસિંહ ઝાલા, ડ્રા. હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા, કોન્સ. નિર્મળસિંહ, પીસબીના સંજયકુમાર રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, શિવભદ્રસિંહ જાડેજા, રવિરાજસિંગ મકવાણા સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૭)
બનાવાયેલા ૯૯ પાર્સલ મળ્યાઃ તેમાંથી ૨૦૪ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો
કુલ ૧ કરોડ ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે ૧,૦૨,૪૫,૦૦૦નો ૨૦૪ કિલો ગાંજો, રૂા. ૧૦૦૦ અને પ-પ હજારની કિંમતના ૩ મોબાઇલ ફોન, ૩૦ લાખનો ટ્રક, ૨૩,૧૭,૭૩૦ના સળયા મળી કુલ રૂા. ૧,૫૫,૭૩,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
(3:22 PM IST)










