તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
૪૧ વર્ષિય ગીતાબેનનું હાર્ટએટેકથી મૃત્યુઃ ત્રણ દિકરી મા વિહોણી થઇ
કોઠારીયા સોલવન્ટ ઓમનગરનો બનાવ

રાજકોટ તા. ૧૮: કોઠારીયા સોલવન્ટ પાસે ઓમનગર હુશેની ચોકમાં રહેતાં ગીતાબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૪૧) નામના મહિલા ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ગીતાબેનને સંતાનમાં ત્રણ દિકરી છે. પતિ રાજેશભાઇ કારખાનામાં મજૂરી કરે છે. સગાના કહેવા મુજબ હાર્ટએટેક આવી જતાં આ બનાવ બન્યો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. (
(11:31 AM IST)










