તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
રાજકોટ મહાનગર ભાજપ આદિજાતિ મોરચાના નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની યાદી જાહેર : અધ્યક્ષ ડો. માધવ દવે અને પ્રભારી અનિરૂદ્ધભાઈ દવેની ચર્ચા-વિચારણા બાદ જાહેરાત : જુઓ સંપૂર્ણ લિસ્ટ
રાજકોટ મહાનગર આદિજાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ દુબલની સહી સાથે ૧૭ હોદ્દેદારો અને ૧૭ કારોબારી સભ્યોની નિમણૂંક કરાઈ : તમામ નિયુક્તિઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે

રાજકોટ: ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. માધવ દવે દ્વારા રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂદ્ધભાઈ દવે અને મહાનગરના અન્ય હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને રાજકોટ મહાનગર આદિજાતિ મોરચાના નવા હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોના નામો નક્કી કરવામાં આવ્યા છે. આદિજાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ દુબલની સહી સાથે જાહેર કરાયેલી ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ની પ્રેસ યાદી અનુસાર તમામ નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
આદિજાતિ મોરચાના નવા હોદ્દેદારોની યાદી:
* ઉપપ્રમુખ: અમિતભાઈ આર. ચૌહાણ (વોર્ડ ૯), કુણાલભાઈ બી. કડવાતર (વોર્ડ ૧), માધવભાઈ કે. વાઘેલા (વોર્ડ ૧), ભાવનાબેન વી. લિડિયા (વોર્ડ ૧૦), પ્રેમભાઈ એન. ચારેડા (વોર્ડ ૧).
* મંત્રી: રાજેશભાઈ સી. બૈરવા (વોર્ડ ૧), વિજયભાઈ બી. વાઘેલા (વોર્ડ ૯), દેવભાઈ ડી. ચૌહાણ (વોર્ડ ૭), રાહુલભાઈ આર. લુણિયાતર (વોર્ડ ૯), દક્ષાબેન એમ. પરમાર (વોર્ડ ૧).
* કોષાધ્યક્ષ: પ્રદીપભાઈ જે. પરમાર (વોર્ડ ૭).
* કાર્યાલય મંત્રી: નિશિતભાઈ બી. પરમાર (વોર્ડ ૧).
* સહ કાર્યાલય મંત્રી: ધવલભાઈ એમ. રાઠોડ (વોર્ડ ૧).
* આઈ.ટી. ઈનચાર્જ: કેવલભાઈ એચ. ચૌહાણ (વોર્ડ ૧).
* સોશિયલ મીડિયા ઈનચાર્જ: મહેશભાઈ વી. કડવાતર (વોર્ડ ૧).
* મીડિયા ઈનચાર્જ: અમિતભાઈ એ. ચૌહાણ (વોર્ડ ૭).
* મીડિયા સહઈનચાર્જ: રમેશભાઈ ગોહિલ (વોર્ડ ૯).
આદિજાતિ મોરચાના કારોબારી સભ્યોની યાદી:
આદિજાતિ મોરચામાં ૧૭ કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કૌશિકભાઈ ચૌહાણ (વોર્ડ ૧), દક્ષાબેન એન. કડવાતર (વોર્ડ ૩), વિશાલભાઈ વાઘેલા (વોર્ડ ૧), પ્રવીણભાઈ આર. મે (વોર્ડ ૯), વેદાંતભાઈ કે. પંચાતર (વોર્ડ ૯), વિશાલભાઈ એસ. ચૌહાણ (વોર્ડ ૧), મિલનભાઈ પી. મે (વોર્ડ ૧), સંજયભાઈ કે. રાઠોડ (વોર્ડ ૭), સંજયભાઈ એમ. વાગડિયા (વોર્ડ ૯), વિશેષભાઈ એમ. પંચાતર (વોર્ડ ૧૧), પ્રશાંતભાઈ એમ. મુલિયાણા (વોર્ડ ૭), વરૂણભાઈ જે. રાઠોડ (વોર્ડ ૧), અક્ષયભાઈ બી. મુલિયાણા (વોર્ડ ૧), ભગવાનજીભાઈ ડી. પરમાર (વોર્ડ ૭), અમિતભાઈ પી. ચૌહાણ (વોર્ડ ૧), રોહિતભાઈ એમ. કડવાતર (વોર્ડ ૯) અને વિરાજભાઈ વી. વાગડિયા (વોર્ડ ૧) નો સમાવેશ થાય છે.
આ યાદીની નકલ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી અને રાજકોટ મહાનગર પ્રભારી અનિરૂદ્ધભાઈ દવે, આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવા, રાજકોટ મહાનગર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજકોટ મહાનગર સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગાને રવાના કરવામાં આવી છે.

(1:25 PM IST)










