<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

આગ્રા અને રાજકોટની લલના રાખી દેહવેપલો કરાવતી બરસા ઝા ઝડપાઇ

એએસટીયુ ટીમનો બી-૨ ફેમિલી સ્‍પામા ચાલતાં કૂટણખાના પર દરોડો : રિસેપ્‍સનીસ્‍ટ પણ ઝડપાયોઃ ગ્રાહકો પાસેથી ૧ હજાર એન્‍ટ્રી ફી અને ૩ હજાર દેહસંબંધના વસુલાતા હતાં: પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: શહેરમાં વધુ એક વખત સ્‍પાના ઓઠા તળે ચલાવાઇ રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. શહેર એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ની ટીમે ૧૫૦ રીંગ રોડ બીગ બાઝાર ચોક પાસે આવેલી પાનવાલા દુકાનની ઉપરના ભાગે બી-૨ ફેમિલી સ્‍પામાં દરોડો પાડી મસાજ સ્‍પાની આડમાં ચાલતા દેહવ્‍યાપાર વ્‍યાપારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી કૂટણખાનું ચલાવતી સંચાલક મહિલા અને ટેલી કોલર કમ રિસેપ્‍શનિસ્‍ટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહિ યુપી આગ્રા, રાજકોટની લલનાઓ પાસે દેહવેપલો કરાવાયો હતો. સંચાલિકા ગ્રાહક દિઠ ૩ હજાર રૂપિયા લઇ તેમાંથી ૨ હજાર લલનાને આપી ૧ હજાર પોતે રાખતી હતી. ઉપરાંત એન્‍ટ્રી ફીના ૧ હજાર પણ વસુલાતા હતાં.

બાતમીના આધારે ટીમે બી-૨ ફેમિલી સ્‍પામાં ડમી ગ્રાહકને મોકલીને દરોડો પાડયો હતો. અહિ ડમી ગ્રાહક પાસેથી એન્‍ટ્રી ફીના ૧ હજાર વસુલાયા હતાં. એ પછી રૂમમાં જતાં તેણે એકસ્‍ટ્રા સર્વિસનું એટલે કે દેહસંબંધનું પુછતાં તેની પાસે વધુ ૩૦૦૦ માંગવામાં આવ્‍યા હતાં. આ પછી ડમી ગ્રાહકે જાણ કરતાં જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે આ સ્‍પાની સંચાલીકા બરસાબેન કનેયા ઝા (ઉ.વ. ૩૨, રહે. હાઉસ નં. ૫૪/૩, દત્તાત્રેય પાર્ક, કાલાવડ રોડ, મેટોડા) અને ટેલિકોલર કમ રિસેપ્‍સનીસ્‍ટ પ્રિન્‍સરાજ અમિત તિવારી (ઉ.વ. ૨૧, રહે. હાઉસ નં. ૫૪/૩, દત્તાત્રેય પાર્ક, કાલાવડ રોડ, મેટોડા) સામે તાલુકા પોલીસમાં ઇમ્‍મોરલ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવી ધરપકડ કરી હતી.

સ્‍પામાંથી બે યુવતિઓ મળી હતી જેમાં એક યુપી આગ્રાની અને એક રાજકોટ નાના મવા રોડ વિસ્‍તારમાં રહેતી હોવાનું સામે આવ્‍યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચનાથી પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, મહેશભાઇ પ્રસાદ અને જ્‍યોતિબેન બાબરીયાએ આ કામગીરી કરી હતી. પોલીસે રોકડ, મોબાઇલ ફોન મળી રૂ. ૯,૭૦૦નો મુદ્દામાલ જપ્‍ત કર્યો છે. પખવાડીયામાં જ એએચટીયુની ટીમે આવા ચાર કેસ કર્યા છે.

(2:29 PM IST)