તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
કલેકટરના અધ્યક્ષ સ્થાને લેન્ડગ્રેબીંગ કમિટીની બેઠક ૬ર કેસમાં સુનાવણીઃ એક પણમાં ફોજદારી નહી !!
૧૦ કેસોમાં સમાધાનઃ પર કેસો પડતા મૂકવા કમિટીનો નિર્ણય

રાજકોટઃ તા.૧૮, જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર ડો. ઓમ.પ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ૬૨ કેસોની સુનાવણી કરવામા આવી હતી.ઉપરાંત કલેકટર રેવન્યુ અધિકારીઓ સાથે બેઠક યોજી જીલ્લાની રેવન્યુ કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં શરતભંગ, દબાણ, હકપત્રક નોંધ સહિતની કામગીરીના રિવ્યુ રિપોર્ટ કલેકટર દ્વારા લેવામાં આવેલ હતા. આ ઉપરાંત અરજદારોના પેન્ડીંગ પ્રશ્નોનો જલ્દી નિકાલ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો.
રાજકોટના કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ. જેમાં લેન્ડ ગ્રેબિંગને અનુલક્ષીને ૬૨ કેસો પર કમિટી મેમ્બર્સ દ્વારા ૫૨ જેટલા કેસ ડ્રોપ કરવામાં આવેલા છે. જ્યારે અન્ય ૧૦ કેસમાં સમાધાન થયેલ છે. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કલેકટર કચેરી ખાતે સરફેસી એકટ અંતર્ગત રેવન્યુ અધિકારીઓ દ્વારા કરાયેલી કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. આ રેવન્યુ અધિકારીઓની બેઠક બાદ લેન્ડ ગ્રેબિંગ અને લો એન્ડ ઓર્ડરની બેઠક પણ કલેકટર દ્વારા આયોજીત કરવામાં આવી હતી. બેઠકમાં રાજકોટ શહેર-જીલ્લાના કાયદા અને વ્યવસ્થા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
(3:39 PM IST)










