<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી વિશાલને પેરોલ ફલો સ્‍કવોર્ડે પકડયો

સજાના વોરંટમાં બેમાસથી નાસતા ફરતા નિલેશ મજેઠીયાને માલવીયાનગર પોલીસે દબોચ્‍યો

રાજકોટ, તા. ૧૮: રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ કરાયેલા વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી અને સજાના વોરંટમાં નાસતા ફરતા બે આરોપીને  પેરોલ ફર્લોસ્‍કવોર્ડ અને માલવીયાનગર પોલીસે ઝડપી લીધા હતા.

શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ કરાયેલા વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશાલ પરબતભાઇ સોનારા (ઉ.વ. ૩પ, રહે. આસ્‍થા શાગ્રીલા સોસાયટી, ત્રિલોક પાર્ક પાછળ, મોરબી બાયપાસ રોડ) ને બાતમીના આધારે પેરોલ ફલો સ્‍કવોડે ગોંડલ રોડ પરથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ બી.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.બી. ઘાસુરા, એએસઆઇ ઝકીરભાઇ ખફિક, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્‍સ્‍ટેબલ સીરાજભાઇ ચાનીયા, રાજદીપસિંહ ચૌહાણ, રોહિતભાઇ કછોર, અંકિતભાઇ નિમાવત, કોન્‍સ્‍ટેબલ અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુલીયા અને ડ્રા. દોલતસિંહ રાઠોડે કરી હતી.

જાયરે સજાના વોરંટમાં છેલ્લા બે માસથી નાસતા રતા આરોપી નિલેશ શીવજીભાઇ મજેઠીયા (રહે. વુંદાવન સોસાયટી, શેરી નં. ર, આજીડેમ ચોકડી પાસે)ને માલવીયાનગર પોલીસે પકડી વોરંટની બજવણી કરી હતી.

આ કામગીરી પીઆઇ જે.એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી. મારૂ, એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હેડ કોન્‍સ્‍ટેબલ એસ.સી. ઓગાણીયા, કોન્‍સ્‍ટેબલ મનીષભાઇ સોઢીયા અને અમરદીપસિંહ જાડેજાએ કરી હતી.

(2:59 PM IST)