તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Tuesday, 18th August 2026
સરધાર ગામમાં સુનિલભાઇનું પાંચ સવારીવાળુ બાઇક દિવાલમાં અથડાયું: ૪ બાળકોને ઇજા
એક બાળકીને શાળાએ મુકી પરત વાડીએ આવતી વખતે બનાવઃ બાળકો સારવારમાં

રાજકોટ તા. ૧૮: સરધાર ગામ પાસે દિવાલ સાથે પાંચ સવારીવાળુ મોટરસાઇકલ ભટકાતાં ૪ બાળકોને ઇજા થઇ હતી. ચાલકનો બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ સરધાર ગામમાં મુકેશભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના મજૂર સુનિલભાઇ સોલંકી પોતાના બાઇકમાં રોનુ (ઉ.વ.૮)ને બેસાડી વાડીએથી શાળાએ મુકવા ગયો હતો. આ વખતે તેની સાથે પરિવારના અન્ય ચાર બાળકો રાજ રિતેશભાઇ ભીલ (ઉ.વ.૨), બકુલ રિતેશભાઇ ભીલ (ઉ.વ.૬), રામુ છગનભાઇ ભીલ (ઉ.વ.૯) અને તેનો દિકરો રાજવીર સુનિલભાઇ (ઉ.વ.૫) પણ જોડાયા હતાં. આ રીતે કુલ છ સવારીમાં તે બાઇક હંકારી રોનુને શાળાએ મુકી પાંચ સવારીમાં પરત વાડીએ જતો હતો ત્યારે રસ્તામં કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં બાઇક દિવાલમાં અથડાઇ ગયું હતું.
આ અકસ્માતમાં રાજ, બકુલ, રમુ અને રાજવીરને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. ચાલક સુનિલભાઇનો બચાવ થયો હતો.
(3:24 PM IST)










