તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
શિવલાલ વેકરીયાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લેતા મનસુખભાઈ માંડવીયા
જનસંઘ સમયના પીઢ અગ્રણી, પૂર્વસાંસદ અને પૂર્વ જિલ્લા પ્રમુખ શિવલાલ વેકરીયાની ઉંમર સહજ બીમારીને પગલે મંત્રીશ્રીએ પરિવારની મુલાકાત લઈ તબિયતના સમાચાર પૂછ્યા

રાજકોટઃ શહેરના રાજકોટના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ પક્ષના પાયાના પથ્થર સમાન અને જનસંઘના સમયથી સંગઠનને સીંચનારા પીઢ અગ્રણી,પૂર્વસાંસદ તથા પૂર્વ જીલ્લા અધ્યક્ષશ્રી શિવલાલભાઈ વેકરીયાના નિવાસ્થાનની પણ મુલાકાત લીધી હતી. શ્રી શિવલાલભાઈ હાલ ઉંમર સહજ બીમારીના કારણે અસ્વસ્થ હોવાથી મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ વેકરીયા પરિવારના સભ્યોને મળીને તેમના સ્વાસ્થ્ય અને સારવાર અંગેના આત્મીય ખબર-અંતર પૂછ્યા હતા. ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ મંત્રીશ્રીની આ મુલાકાતને બિરદાવતા કહ્યુંકે, વરિષ્ઠ વડીલો પ્રત્યેનો આ આદર ભાવ એ જ ભાજપ સંસ્કારની સાચી ઓળખ છે.
(3:40 PM IST)










