<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સોમનાથ સોસાયટીના સવિતાબેનનો બિમારીથી કંટાળી એસિડ પી આપઘાત

ટ્રેનમાંથી પડી ગયેલા આંધ્રપ્રદેશના યુવાનનું મોત

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-૬માં રહેતાં સવિતાબેન ખીમજીભાઇ સરવૈયા (ઉ.વ.૬૦) ઘરે એસિડ પી જતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. આપઘાત કરનારા સવિતાબેનને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરી છે. તેમને ડાયાબીટીશની બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું ખુલ્‍યું હતું.

બીજા બનાવમાં મુળ આંધ્રપ્રદેશના રમેશભાઇ કોરનાના (ઉ.વ.૪૨) ૧૪/૮ના રોજ બપોરે આંધ્રપ્રદેશથી પોરબંદર ટ્રેનમાં જતાં હતાં ત્‍યારે લખતર પાસે ટ્રેનમાંથી પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ આજે મૃત્‍યુ થયું હતું. સુરેન્‍દ્રનગર રેલ્‍વે પોલીસને આ અંગે જાણ કરાઇ હતી.

(3:30 PM IST)