તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
જિલ્લા પંચાયત તિજોરી પર બોજ નાખ્યા વિના ડાયરી બનાવશે
છેલ્લે વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં ડાયરી બનાવેલ

રાજકોટ તા.૧૮: જિલ્લા પંચાયતમાં ભાજપની નવી ચૂંટાયેલી પાંખે શાસન સંભાળતા નવી ડાયરી બનાવવાનું નકકી કરી તે અંગેની કામગીરી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે પંચાયતમાં નાણાકીય વર્ષ મુજબ ડાયરી બનતી હોય છે પરંતુ આ વખતે નવા નાણાકીય વર્ષના પ્રારંભે ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં હતી નહી તેથી ડાયરી બનાવવાનું મોડુ થયુ છે. ઓકટોબર ૨૦૨૬ થી ૧૫ માસના સમયગાળા માટેની ડાયરી બનાવાશે. ડાયરીમાં તારીખ અને વારના પાના દર્શાવાના બદલે પર્યાપ્ત સંખ્યામાં કોરા પાના રાખી અનિヘતિ મુદત સુધી તેનો ઉપયોગ કરી શકાય તેવી અનુકુળતા રાખવાનું વિચારાય રહયુ છે.
ડાયરી બનાવવા માટે તેમાં જાહેરાતો મેળવી આવક ઉભી કરાશે તેથી ડાયરી બનાવવાનો ખર્ચ પંચાયતની માથે રહેશે નહી. અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના નામ, ફોન નંબર સહિતની માહિતી ડાયરીમાં આપવામાં આવશે. મુખપૃષ્ઠ અને અન્ય પાના ઉપર સરકારી યોજનાઓની ઝલક અપાશે. જિલ્લા પંચાયતમાં છેલ્લે ૨૦૨૪-૨૫ના વર્ષમાં ડાયરી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. કુલ કેટલી ડાયરી છપાવાશે અને તેનું વિતરણ કઇ રીતે થશે તે હવે પછી નકકી થશે.
(11:28 AM IST)










