<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વીજ ક્ષેત્રના ખાનગીકરણનો ગુજરાતના ૭ હજાર ઈજનેરો દ્વારા પ્રચંડ વિરોધઃ લોકશાહી ઢબે સખત વિરોધ કરાશે

જીબિયાના સેક્રેટરી વઘાસીયા દ્વારા આહ્વાનઃ રાષ્‍ટ્રીય સંપતિઓની રક્ષાનો સંકલ્‍પ

રાજકોટ, તા.૧૯: ઓલ ઈન્‍ડિયા પાવર ઈજનેર્સ ફેડરેશનના ૫૪મા સ્‍થાપના દિવસ પર ફેડરેશનના ચેરમેન એન્‍જિનિયર શૈલેન્‍દ્ર દુબે અને સેક્રેટરી જનરલ એન્‍જિનિયર પી. રત્‍નાકર રાવે દેશભરના પાવર એન્‍જિનિયરોને એકજૂથ, સજાગ અને તૈયાર રહેવાનું આહ્વાન કર્યું. તેમણે જણાવ્‍યું કે વીજ ક્ષેત્રના જાહેર સ્‍વરૂપને નબળું પાડવાનો પ્રયાસ કરનાર દરેક શક્‍તિનો તમામ લોકશાહી અને બંધારણીય માધ્‍યમોથી વિરોધ કરવામાં આવશે.

ફેડરેશને વીજળી (સુધારા) વિધેયક, ૨૦૨૫, જાહેર ક્ષેત્રના ડિસ્‍કોમના ખાનગીકરણ, ટેરિફ બેઝ્‍ડ કોમ્‍પિટિટિવ બિડિંગ દ્વારા મોટા પાયે ટ્રાન્‍સમિશનના ખાનગીકરણ, વીજ ક્ષેત્રની મૂલ્‍યવાન સંપત્તિઓના નાણાકીયકરણ તથા વીજ ઉત્‍પાદન, ખાસ કરીને પુનઃપ્રાપ્‍ય (રિન્‍યુએબલ) ર્જા ઉત્‍પાદનના મોટા પાયે ખાનગીકરણનો સખત વિરોધ કર્યો.

એન્‍જિનિયર શૈલેન્‍દ્ર દુબે અને એન્‍જિનિયર પી. રત્‍નાકર રાવે જણાવ્‍યું કે ભારતની વીજ વ્‍યવસ્‍થાનું નિર્માણ દાયકાઓથી જાહેર રોકાણ, સરકારી સહયોગ, ગ્રાહકોના યોગદાન અને સરકારી લોન દ્વારા થયું છે. ટ્રાન્‍સમિશન અને ડિસ્‍ટ્રિબ્‍યુશન નેટવર્ક એ રાષ્‍ટ્રીય સંપત્તિ છે અને તેને ખાનગી કંપનીઓ માટે માત્ર નફાકારક ગ્રાહકો સુધી પહોંચવા માટેનું વ્‍યાવસાયિક માધ્‍યમ બનાવી શકાય નહીં.

તેમણે ચેતવણી આપી કે વીજ વિતરણમાં ખાનગી કંપનીઓને નફાકારક ગ્રાહકો પસંદ કરવાની મંજૂરી આપવાથી જાહેર ડિસ્‍કોમ પર કળષિ, ગ્રામીણ, ગરીબ અને સબસિડીવાળા ગ્રાહકોની જવાબદારી વધી જશે. આનાથી જાહેર વીજ કંપનીઓની નાણાકીય સ્‍થિતિ નબળી પડશે, જ્‍યારે ખાનગી કંપનીઓ જાહેર નાણાંથી નિર્મિત માળખાકીય સુવિધાઓનો લાભ ઉઠાવશે.

૫૪મા સ્‍થાપના દિવસે ફેડરેશને ફરીથી સંકલ્‍પ લીધો કે જાહેર વીજ વ્‍યવસ્‍થાની રક્ષા, ઉપભોક્‍તા હિતોની સુરક્ષા, કર્મચારીઓના હિતોનું રક્ષણ તથા રાષ્‍ટ્રીય વીજ સંપત્તિના ખાનગીકરણનો વિરોધ પૂરી દ્રઢતાથી ચાલુ રહેશે. તેવા ઓલ ઇન્‍ડિયા પાવર ફેડરેશન ના ચેરમેન   શૈલેન્‍દ્ર દુબેના આ મુહીમને ગુજરાત રાજ્‍ય જીઇબી એન્‍જિનિયર્સ એસોસિએશન વીજક્ષેત્રની ખાનગીકરણ ને લીધે કર્મચારીઓના, ગ્રાહકોના તેમજ કીશાનોના હીતો જોખમાય તે બાબતનો લોકશાહી ઢબે સખત વિરોધ કરવામાં આવશે તેવું જીબિયાના સેક્રેટરી જનરલ એચજી  વઘાસીયાએ જણાવેલ છે.

(4:05 PM IST)