<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગવરીદળમાં ભાવનાબેન નાયકાએ વાડીએ ઝેરી દવા પી લેતાં ગંભીર

રાજકોટ તા. ૧૯: કુવાડવા તાબેના ગવરીદળમાં વાડી વિસ્‍તારમાં રહેતી ભાવનાબેન રાજેશભાઇ નાયકા (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ વાડીએ જીવજંતુ મારવાની દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આપઘાતનો પ્રયાસ કરનાર ભાવનાબેન મુળ છોટાઉદેપુરની વતની છે. તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે પતિ સાથે ખેત મજુરી કરે છે. ત્રણેક મહિનાથી આ પરિવાર અહિ વાડીમાં રહેવા આવ્‍યો છે. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પતિ અજાણ છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)