તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
રાજકોટ રસેશ્વરની રાહમાં: શનિવારે મહાતાવો, ર૭મીએ ગોપી કિશન સ્પર્ધા
જગ મેં કલયુગ કા હાહાકાર હૈ, બંસી બજૈયા તેરે આને કા ઇંતજાર હૈ... :ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાઃ સમિતિના ઉપાધ્યક્ષ પદે ડો.હેમાંગ વસાવડા, ડો.હિરેન વિસાણી, પ્રફુલ નળીયાપરા, એન.જી. પરમારની વરણી

રાજકોટ, તા., ૧૯ : ભગવાન શ્રીકળષ્ણના પાવન જન્મોત્સવને પાવન જન્મોત્સવને વધાવવા માટે વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટ શહેરમા શ્રી કળષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી સાથે શહેરને ભગવામય અને ક્રુષ્ણમય બનાવવાના સંકલ્પ સાથે વિવિધ ધાર્મીક, સામાજીક અને સાંસ્ક્રુતીક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. માર્ગદર્શન સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા તમામ ના સર્વાનુમતે ધર્મ યાત્રાને વધુ ભવ્ય, દિવ્ય અને શિસ્તબદ્ધ રીતે સમ્પન્ન કરવા માટે ધર્મયાત્રા ના અધ્યક્ષ તરીકે શ્રી ધર્મેદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળા ની વરણી કરવામા આવી છે. તેમની આગેવાનીમાં ધર્મયાત્રામા મોટી સંખ્યામા સંતો મહંતો, ધાર્મીક આગેવાનો, સામાજીક સંસ્થાઓ, વિવિધ મંડળો અને તમામ ધર્મપ્રેમી નાગરીકો જોડાય તેવા પ્રયત્નો કરવામા આવશે. ઉપરાંતી સમીતીના ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર તથા ડો. હિરેન વિસાણી ની નિમણૂક કરાઇ હતી અને સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઈ ડોડીયા, કૌશીકભાઇ સરધારા અને વિનયભાઇ કારીયાની નિમણૂક કરાઇ હતી. આજે તા. ૧૯ મીએ મંડળોની બેઠક અને કાલે તા.ર૦મીએ ટ્રાન્સપોર્ટસ સંચાલકોની બેઠક નાગર બોર્ડીંગમાં મળશે. તા. રર મીએ સાંજે બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદીર ખાતે તાવા પ્રસાદ યોજાશે.
ધર્મયાત્રા અધ્યક્ષ શ્રી ધર્મેદ્રસિંહ વાળા સમર્પણ હોસ્પીટલના માલીક હોવા ઉપરાંત ધર્મનીષ્ઠ અને કર્મનિષ્ઠ, વ્યક્તીત્વ ધરાવે છે. રાષ્ટ્ર પ્રેમ અને ભક્તીના રંગે રંગાયેલા તેઓ ૅબેટી બચાઓ, બેટી પઢાઓૅ યોજના અંતર્ગત ૨૦૧૬ થી તેમની હોસ્પીટલમા દિકરીના જન્મ સમયે સોનાની ચુક, ચાંદીની ગાય અથવા તુલસી કયારો અને ગીતાજી આપીને વધાવે છે. ૬૦ થી વધુ જન્મ વખતે નેગેટીવ ગ્રુપની બાળાઓને ઇંજેક્શન નિઃશુલ્ક આપવામા આવ્યુ છે. સમીતીના ઉપાધ્યક્ષ શ્રી ડો. હેમાંગ વસાવડા જાણીતા ન્યુરોસર્જન છે મધુરમ હોસ્પીટલ દ્વારા અનેક વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે સમાજની સેવા કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે તેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. પ્રખર હિંદુ વાદી વિચાર સાથે તેઓ જન્માષ્ટમી મહોત્સવમા વર્ષોથી મહત્વનું યોગદાન આપી રહ્યા છે. સમીતીના ઉપાધ્યક્ષ શ્રી પ્રફુલભાઇ નડીયાપરા અમળત બિલ્ડર્સના માલિક હોવા ઉપરાંત અસંખ્ય જરૂરીયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. કર્ણાવતી ઇંટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે સમાજને બહુમુલ્ય યોગદાન આપી રહ્યા છે. પ્રખર ગૌભક્ત અને ગૌ પ્રેમી એવા પ્રફુલભાઇ રાધેશ્યામ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે ૪૦૦ થી વધુ ગૌમાતા ની નિરંતર જાળવણી અને સેવા કરે છે. અન્ય સમીતીના ઉપાધ્યક્ષ શ્રી એન. જી. પરમાર બિએસએનએલ ના રિટાયર્ડમેન યુનીયન વાઇસ પ્રેસીડેટૅ છે. સમીતીના અધ્યક્ષ ડો. હિરેન વિસાણી બાળરોગના નિષ્ણાંત હોવા ઉપરાંત હિંદુત્વવાદી અને સાચા રાષ્ટ્ર ભક્ત વિશ્વ હિંદુ પરીષદ મા અલગ અલગ સમયે અનેક જવાબદારીઓ નુ નિર્વહન કરી ચુકેલા હાલ વિહિપ પસ્ચીમ જીલ્લામાં કાર્યરત છે. તેમની અનેક સામાજીક આગેવાનો સાથે સંકલન ક્ષમતા અને જન્માષ્ટમી મહોત્સવમા મહત્વનું યોગદાન છે.
સમીતીના સહ ઇનચાર્જ તરીકે શ્રી મનોજભાઈ ડોડીયા જેઓ સંઘ અને વિશ્વ હિંદુ પરીષદના પાયાના કાર્યકર્તા તરીકે અનેક વર્ષોથી ધર્મ રક્ષા અને રાષ્ટ્ર સેવા માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વિશ્વ હિંદુ પરીષદના અગ્રણી અને મોભી એવા હરીભાઇ ડોડીયાના પુત્ર અને માવજીભાઇ ડોડીયાના ભત્રીજા મનોજભાઇ વિશ્વ હિંદુ પરીષદમા હાલ રાજકોટ વિભાગમા વિશેષ સમ્પર્ક ની જવાબદારી ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવના આયોજન અને સંકલનમાં વર્ષોથી કાર્યરત છે. કૌશીકભાઇ સરધારા વિશ્વ હિંદુ પરીષદમાં સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સહ પ્રમુખ હોવા ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ ને સફળ બનાવવા માટે અનેક નવીન પ્રયાસો કરી રહ્યા છે. વિનયભાઇ કારીયા જેઓ વિશ્વ હિંદુ પરીષદમા જીલ્લા મંત્રી નુ દાયિત્વ નિભાવતા હોવા ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ મા પ્રેસ મિડીયા, મંડળો, સંસ્થાઓ, ધાર્મીક અને સામાજીક સંગઠનો સાથે સુચારુ સંકલન કરીને મહોત્સવને યથાર્થ બનાવવા મા મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
જન્માષ્ટમી મહોત્સવ સમીતીના ઇન્ચાર્જ પરેશભાઇ રુપારેલીયા દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ રર મીએ સાંજે ૬.૩૦ વાગ્યે સ્વામીનારાયણ મંદીર, કાલાવડ રોડ ખાતે તાવો, તા.ર૭મીએ ગોપીકીશન સ્પર્ધા અને તા.૩૧ મીએ રાત્રે હેમુ ગઢવી હોલમાં લોકડાયરો રાખેલ છે. તમામ કાર્યક્રમોમાં કૃષ્ણ ભકતોને જાહેર નિમંત્રણ છે.
ઉપરોક્ત તમામ કાર્યક્રમોની વધુ વિગત આવનાર દિવસોમા જાહેર કરવામા આવશે. પરંતુ સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી) એ તષામ ધર્મપ્રેમી નાગરીકો, સંતો મહંતો, સંસ્થાઓ, મંડળો અને યુવાનોને પરીવાર સાથે મહોત્સવના તમામ કાર્યક્રમોમા મોટી સંખ્યામા જોડાઇને મહોત્સવને ઐતીહાસીક સફળતા અપાવવા આહવાન કર્યું છે.
(2:58 PM IST)










