<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અટલ સ્‍માર્ટ સીટી ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર વાહનો ચલાવવા પર પ્રતિબંધ

તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ પણ જાહેરઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામું

 

 

રાજકોટ, તા. ૧૯ :  નવા ૧પ૦ ફૂટ રીંગ રોડ પર અટલ સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં ફુટપાથ અને સાયકલ ટ્રેક પર વાહનોની અવર-જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેર કરાયું છે.  મનપા દ્વારા રૈયાના આશરે ૯.૩૦ એકટ વિસ્‍તારમાં અટલ સ્‍માર્ટ સીટીનો વિકાસ કરાયો છે.

જેમાં રોડ નેટવર્ક, બીઆરટીએસ કોરીડોર, બસ સ્‍ટોપ, સાયકલ ટ્રેક, ફુટપાથ, સ્‍માર્ટ સ્‍ટ્રીટ લાઇટીંગ સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે. પરંતુ ટ્રેક પર ટુવ્‍હીલર, ફોર વ્‍હીલર અને હેવી વાહનોનું બિન-અધિકૃત પાર્કિંગ અને અવરજવર થતી હોવાથી અટલ સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં આવેલ ફુટપાથ અને સાયકલ ટ્રેક ઉપર વાહનોની અવરજવર અને પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જેથી અટલ સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં ફુટપાથ અને સાયકલ ટ્રેક ઉપર તમામ પ્રકારના વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ તમામ વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરાયું છે.

(3:41 PM IST)