તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
કાલે મનપાનું જનરલ બોર્ડઃ ભાજપ- કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોના ૪૨ પ્રશ્નો ગુંજશે
ભાજપના ૧૧ કોર્પોરેટરોના ૨૪ અને કોંગ્રેસના ૭ કોર્પોરેટરોના ૧૮ પ્રશ્નોઃ વોર્ડ નં.૫ના સંજય ચાવડાના સિટી બસ અને મનપામાં વકીલોની સંખ્યા સહિતના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો થશે પ્રારંભઃ સતત ત્રીજા મહિને ત્રીજુ બોર્ડ મેયર નેહલ શુકલના અધ્યક્ષ સ્થાને મળશ

રાજકોટ, તા. ૧૯: મહાનગરપાલિકાની સામાન્ય સભા આવતીકાલે તા.૨૦ના ગુરુવારે સવારે ૧૧ વાગ્યે મળનાર છે. સામાન્ય સભામાં શાસક ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા કુલ ૪૨ પ્રશ્નો ચર્ચામાં આવનાર છે. તેમાં ભાજપના ૧૧ કોર્પોરેટરોએ ૨૪ જ્યારે કોંગ્રેસના તમામ ૭ કોર્પોરેટરોએ ૧૮ પ્રશ્નો પૂછયા છે. શહેરની પાણી, રસ્તા, સફાઈ, સિટી બસ, આજી નદી, રિવરફ્રન્ટ સહિતની પ્રજાલક્ષી સમસ્યાઓને લઈને પૂછાયેલા પ્રશ્નોના જવાબ દરમિયાન બોર્ડમાં ગરમાગરમ ચર્ચા થવાના એંધાણ છે.
કાલે તા. ર૦ ના ગુરૂવારે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર મેહુલ શુકલના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળશે. જેમાં જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરીનો પ્રારંભ વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ચાવડાના પ્રશ્નોથી થશે. તેમણે રાજકોટમાં હાલ કેટલી સિટી બસો ચાલી રહી છે તેમજ મહાનગરપાલિકામાં વકીલોની સંખ્યા કેટલી છે તે સહિતના મુદ્દાઓ અંગે વિગતો માંગી છે. તેમના કુલ ત્રણ પ્રશ્નો એજન્ડામાં છે.
આ વખતે ભાજપના ૧૧ કોર્પોરેટરો દ્વારા કુલ ૨૪ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમાં સંજયભાઈ ચાવડાના ૩, રસીલાબેન સાકરિયાનો ૧, પ્રવિણભાઈ સેગલિયાના ૨, કિરણબેન માકડિયાના ૨, સ્મિતાબેન ગોહેલના ૨, કિરણબેન હરસોડાના ૨, પુનમબેન મોરવાડિયાનો ૧, જયશ્રીબા જાડેજાના ૩, ધૈર્ય પારેખના ૨, કૌશિકભાઈ ટાંકના ૩ અને ખ્યાતિબેન ગોહેલના ૩ પ્રશ્નોનો સમાવેશ થાય છે.
બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસના સાતેય કોર્પોરેટરોએ પ્રશ્નો પૂછયા છે. કોંગ્રેસના મકબુલ દાઉદાણીના ૩, સુધાબા વાઘેલાના ૨, મનીષાબેન રોજાસરાના ૨, દીપ્તિબેન સોલંકીના ૩, ઇબ્રાહીમભાઈ સોરાના ૩, અર્જુનભાઈ ચૌહાણના ૩ અને રસીલાબેન ગરૈયાના ૨ મળી કુલ ૧૮ પ્રશ્નો બોર્ડમાં મુકવામાં આવ્યા છે.
ચાર દરખાસ્તોનો થશે નિર્ણય
પ્રશ્નોત્તરી ઉપરાંત સામાન્ય સભાના એજન્ડામાં રેસકોર્સ વિસ્તારમાં જર્જરિત ટોયલેટ અને સ્ટોરરૂમ દૂર કરવા, વેરામાં વ્યાજમાફી, વોર્ડ નં.૬ના ગાર્ડનનું નામકરણ તથા અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ રજૂ થનારી દરખાસ્ત સહિત કુલ ચાર દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ આવતીકાલનું જનરલ બોર્ડ માત્ર દરખાસ્તો પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ભાજપ-કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોના ૪૨ પ્રશ્નોના જવાબમાં શહેરની સિટી બસથી લઈને ડહોળા પાણી, રસ્તાના ખાડા, આજી નદી, રિવરફ્રન્ટ અને સફાઈ સુધીના મુદ્દાઓ પર તંત્રનો હિસાબ માંગવામાં આવશે.(૬.૧પ)ે
કયા પક્ષના કેટલા પ્રશ્નો રજ
ભાજપ ૧૧ કોર્પોરેટરના ૨૪ પ્રશ્નો
કોંગ્રેસના ૦૭કોર્પોરેટરના ૧૮ પ્રશ્નો
કયા કયા નગરસેવકોના પ્રશ્નો
સંજયભાઇ ચાવડા ૩
મકબુલ દાઉદાણી ૩
રસીલાબેન સાકરીયા ૧
સુધાબા વાઘેલા ૨
મનીષાબેન રોજાસરા ૨
પ્રવિણભાઇ સેગલીયા ૨
દિપ્તીબેન સોલંકી ૩
રસીલાબેન ગરૈયા ૨
ઇબ્રાહીમભાઇ સોરા ૩
અર્જુનભાઇ ચૌહાણ ૩
કિરણબેન માકડીયા ૨
સ્મિતાબેન ગોહેલ ૨
કિરણબેન હરસોડા ૨
પુનમબેન મોરવાડીયા ૧
જયશ્રીબા જાડેજા ૩
ધૈર્ય પારેખ ૨
કૌશિકભાઇ ટાંક ૩
ખ્યાતિબેન ગોહેલ ૩
(3:45 PM IST)










