<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

હથિયારના ગુનામાં નાસતો ફરતો એમપીનો અમિત ઉર્ફે અકુ ઝડપાયો

રેલ્‍વે સ્‍ટેશન સામેથી એસ.ઓ.જી.એ દબોચી લીધો : કોન્‍સ્‍ટેબલ જયપાલસિંહ જાડેજા અને રવિભાઇ ધગલની બાતમી

 

 

રાજકોટ, તા. ૧૯ :  રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન સામેથી એસ.ઓ.જી.એ. બાતમીના આધારે હથિયારના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી લઇ પૂછતાછ શરૂ કરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં દાખલ થયેલા આર્મ્‍સ એકટના ગુનામાં નાસતા-ફરતા આરોપી અમિત ઉર્ફે અકુ અશોકભાઇ પાઠક (ઉ.વ.૪૪, રહે. રીચરા ફાટક, શિવગીરી માર્ગ, દંતીયા, એમ.પી.) ને એસ.ઓ.જી. એ. બાતમીના આધારે રેલ્‍વે સ્‍ટેશન પાસેથી ઝડપી લઇ પુછતાછ શરૂ કરી છે.

આ કામગીરી પી.આઇ. એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ. રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, હેડ કોન્‍સ્‍ટેબલ સ્‍નેહભાઇ ભાદરકા, કોન્‍સ્‍ટેબલ જયપાલસિંહ જાડેજા, રવિભાઇ ધગલ અને મોનાબેન બુસાએ કરી હતી

(4:05 PM IST)