News of Wednesday, 19th August 2026
૪ લાખનું દર ૧૫ દિવસે ૪૦ હજાર વ્યાજઃ હિતેષભાઇ રાણપરીયા પાસે પઠાણી ઉઘરાણીઃ કાર પડાવી લીધી
કન્સ્ટ્રક્શનનું કામ કરતાં હોઇ વિજકરંટ લાગતાં કામ કરી શકતાં નથીઃ દવા માટે, મકાનના દસ્તાવેજ માટે રકમની જરૂર હોઇ સીબીલ ખરાબ હોવાને કારણે લોન ન મળ્યાં વ્યાજે લીધા વારંવાર ખૂનની ધમકીઓઃ આજીડેમ ચોકડી શ્રીરામ પાર્કમાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી રાધેક્રિષ્ના સોસાયટીના દેવરાજભાઇ સોનારા અને અજાણ્યા સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. આજીડેમ ચોકડી પાસે રહેતાં યુવાને વિજકરંટ લાગવાને કારણે કામ થઇ શકતું ન હોઇ જરૂરીયાત માટે રામવન નજીક રહેતાં શખ્સ પાસેથી દર ૧૫ દિવસે ૪૦ હજારના વ્યાજ લેખે રૂા. ૪ લાખ લઇ ૧.૨૦ લાખ ચુકવ્યા બાદ હાલમાં હપ્તો ન ચુકવી શકતાં આ શખ્સે ફોન પર મારી નાંખવાની ધમકીઓ આપવાનું ચાલુ કર્યુ છે. તેમજ આ યુવાને મિત્રને ચલાવવા આપેલી અર્ટીગા કાર પણ વ્યાજની ઉઘરાણી પેટે બળજબરીથી પડાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાર્ક-૨માં રહેતાં હિતેષભાઇ ધીરૂભાઇ રાણપરીયા-પટેલ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી કોઠારીયા રોડ પર રામવન પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતાં દેવરાજ સુખાભાઇ સોનારા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. અગાઉ કંટ્રકશનનું કામ કરતો હતો બાદ મને છેલ્લા આશરે સાડા ત્રણેક વર્ષ પહેલા ૧૧ કેવીની લાઇનનો શોર્ટ લાગતા શરીરમાં ઘણી તકલીફો થતા હવે હું કોઇ કામ કરી શકતો નથી. મેં અરટીગા કાર નંબર જીજે૦૩એનકે-૧૫૦૯ નવી ખરીદ કરી હતી અને આ ગાડીમાં બજાજ ફાયનાન્સની લોન આશરે સાડા અગીયાર લાખની હાઇ અને તેનો મહિનાનો હપ્તો આશરે રૂ. ૧૭,૫૯૨નો છે.
હું કામ કરી શકતો ન હોવાથી મારાથી આ ગાડીનો હપ્તો નહીં ભરાતા મે આ ગાડી મારા મીત્ર નારણભાઈ પોલાભાઈ ઝાપડાને આશરે નવેક મહીના પહેલા ચલાવવા માટે આપી હતી. હવે તે આ ગાડીના હપ્તા નિયમીત ભરે છે. દરમિયાન ગઈ તા.૦૫/૬/૨૦૨૬ ના રોજ મારી પરીસ્થીતી ખુબજ ખરાબ હોવાના કારણે અને મારે દવા માટે તેમજ મારે એક મકાનના દસ્તાવેજ માટે રૂપીયાની ખુબજ જરૂરત હોઇ અને આ વખતે મારો સીબીલ ખરાબ હોઇ જેથી મને બેંકમાંથી પણ લોન મળે તેમ ન હોઇ અને મારે રૂપીયાની ખુબજ જરૂર હોવાથી અને મે મારા જાણીતા ગૌરીબેન ચૌહાણને આ બાબતે વાત કરતા ે તેઓએ મને તેઓના જાણીતા દેવરાજભાઈ સુખાભાઈ સોનારાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. તેની પાસેથી મેેં રૂપીયા ૪,૦૦,૦૦૦ લાખ વ્યાજે લીધા હતા. જેમાં મારે તેઓને દર પંદર દિવસે ૪૦,૦૦૦ રૂપીયા વ્યાજના આપવાના અને મુડી અલગથી આપવાની તેમ નકકી થયું હતું.
તેણે મને વીશ્વાસ આપેલ કે એક લખાણ કરાવવું પડશે અને બે ચેક આપવા પડશે જેથી મે મારી આઈ.સી.આઈ.સી.આઇ. બેંકના ખાતા નંબરના સહી વાળા કોરા ચેક આપેલા હતાં. દેવરાજભાઇએ એવું લખાણ કરાવેલ કે આ રૂપીયા ૪,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલા છે. તે રીતેના લખાણમાં મારી સહી લીધેલ છે જે મને ફક્ત અને ફક્ત વિશ્વાસ અને પોતાની સીકયોરીટી માટે છે તેમ જણાવેલ હતુ. આ લખાણ થયા બાદ મને રૂપીયા ૪,૦૦,૦૦૦માંથી રૂપીયા ૪૦,૦૦૦ વ્યાજ પેટેના કાપીને મને રૂપીયા ૩,૬૦,૦૦૦ આપેલ હતા.
ત્યારબાદ મેં બે વખત ૧૫-૧૫ દિવસના સમયે રૂપીયા ૪૦-૪૦ હજાર એમ કૂલ ૮૦,૦૦૦ વ્યાજ પેટે આપેલ હતા. બાદ આશરે એક મહિના પહેલા ૧૫ દિવસનો સમય થતા મારે વ્યાજના રૂપીયા ૪૦,૦૦૦ આપવાના થતા હોઇ પરંતુ મારી આર્થીક પરિસ્થિતિ ખરાબ હોઇ અને આવક ન હોઇ વ્યાજના રૂપિયા ૪૦,૦૦૦ તે ઓના નક્કી કર્યા મુજબના દિવસે આપી શક્યોન હોતો. જેથી આ દેવરાજભાઈએ મને ફોનમાં કહેલ કે કેમ વ્યાજના રૂપીયા આપેલ નથી? જેથી મે જણાવેલ કે મે મારૂ મકાન વેચવા કાઢેલ છે તે વેચાઇ જાય એટલે તમને તમારા પુરા રૂપીયા આપી દઇશ.
આ સાંભળી તેણે એકદમ ઉશ્કેરાઈ જઈ તુંખોટા બહાના રહેવા દે તેમ કહી બેફામ ગાળો આપી હતી અને મને કહેલ કે મારા પૈસા મને આપ મારે અત્યારે જ જોઇએ છે. ત્યારબાદ દેવરાજભાઇ મને અવાર નવાર ફોન કરતા હોઇ પરંતુ હું બીકના કારણે તેઓના ફોન ઉપાડતો નહોત. દરમિયાન તા. ૨૧/૦૭/૨૦૨૬ના રોજ દેવરાજભાઇનો ફોન આવતાં મેં ઉપાડતાં મને ગાળો દઇ અને મને પૈસા આપ, તું પૈસા નહિ આપ તો મારી નાંખીશ, ન મારુ તો હું આયરના પેટનો નહિ. તેમ કહી ગાળો દઇ ધમકીઓ દીધી હતી. આથી મેં તેમને ઘણી આજીજી કરી હતી. પણ તે મારી તકલીફ સાંભળતા નહોતા઼. ત્યારબાદ દેવરાજભાઇ મને ઘણા ફોન કરેલ પરંતુ મે તેના એક પણ ફોન ઉપાડેલ નહીં.
આ પછી મંગળવારે ૧૮/૮ના રોજ હું બહાર હતો ત્યારે મારી અરટીગા કાર જેને મે ચલાવવા આપેલી તે નારણભાઇ પોલાભાઈ ઝાપડાનો ફોન આવેલ અને મને કહેલ કે-આપણી ગાડી રામવન પાસેથી મારા ડ્રાઈવર શેખર પાસે હતી તેની પાસેથી દેવરાજભાઈ અને તેની સાથેના માણસ બળજબરી પુર્વક લઇ ગયેલ છે. આ પછી નારણભાઇએ મારી પાસેથી નંબર લઇ દેવરાજભાઇને ફોન કરીગાડી બાબતે વાત કરતા દેવરાજભાઇએ નારણભાઇને જણાવેલ કે આ ગાડી બાબતે તમારે વચ્ચે આવવાનુ નથી. આ ગાડી તમારી નથી જો તમે વચ્ચે આવશો તો તમારી સાથે માથાકુટ થશે. તેમ જણાવી કહેલ કે મને હિતેશભાઇ સાથે કોન્ફરન્સમાં વાત કરાવો. જેથી નારણભાઇએ મને કોન્ફરન્સમાં લેતા મે દેવરાજભાઇ સાથે ફોનમાં વાત કરી હતી. ત્યારે પણ મેં કહેલું કે મારે પૈસા આપી જ દેવાના છે. પણ તેણે ઉશ્કેરાઇ જઇ ઉઘરાણી ચાલુ કરી હતી. જેથી મેં ફોન કાપી નાંખ્યો હતો.
હિતેષભાઇએ વધુમાં જણાવ્યું છે કે ૪ લાખના વ્યાજ પેટે ૧૫ દિવસના ૪૦ હજાર લેખે મેં કુલ ૧,૨૦,૦૦૦ ચુકવ્યા છે. આ પછી વ્યાજ ન ચુકવી શકતાં દેવરાજભાઇ વારંવાર ધમકીઓ આપે છે અને હવે મારી અર્ટીગા કાર પણ પડાવી ગયેલ હોઇ ફરિયાદ કરવી પડી છે. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. કે. ધાંધલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(4:05 PM IST)










