<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

સોનુ છોડાવવાના નામે ૬.૧૫ લાખ લઇ ભાગેલા બે મિત્રો મિત-હર્ષિત ઝડપાયા

મકાનના ભાડા ચડી ગયા હોઇ અને પૈસાની જરૂર હોઇ ઠગાઇ કર્યાનું રટણ યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્‍યોરા, એ.આઇ. બેલીમ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા અને ટીમે પકડી તમામ રોકડ કબ્‍જે કરી

રાજકોટઃ પંચનાથ પ્‍લોટમાં રહેતાં અને ગોંડલ રોડ પર પેઢી ધરાવતાં મહિલા સાથે ગોલ્‍ડ છોડાવવાના નામે રૂા. ૬,૧૫,૦૦૦ની ઠગાઇ કરનારા બે શખ્‍સ મીત હિતેષભાઇ હાથી (ઉ.વ.૨૮-રહે. અંબિકા પાર્ક એ-વિંગ, બ્‍લોક નં. ૧૧, હનુમાન મઢી પાસે રૈયા રોડ) અને તેના મિત્ર હર્ષિત ધર્મેન્‍દ્રભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૬-રહે. લક્ષ્મીનગર મેઇન રોડ, ફિલ્‍ડ માર્શલ વાડીની બાજુમાં બંધ શેરી)ને  ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મેળવી મુંજકા ચોકડીથી ક્રાઇસ્‍ટ કોલેજના રસ્‍તા પરથી ટુવ્‍હીલર સાથે પકડી લઇ રૂા. ૬,૧૫,૦૦૦ કબ્‍જે કરાયા છે. તેમજ ગુનામાં વાપરેલુ ટુવ્‍હીલર જીજે૦૩પીક્‍યુ-૧૧૧૧ પણ કબ્‍જે કરાયું છે. આ બંનેએ કાવત્રુ રચી પેઢી સંચાલક મહિલાની ઓફિસે જઇ ગોલ્‍ડ છોડાવવના બહાનુ ધરી મહિલાને રોકડ સાથે રામાપીર ચોકડી પાસે બોલાવ્‍યા હતાં. બાદમાં પોતે દુકાનમાંથી ગોલ્‍ડ લઇને આવે છે કહી મહિલા પાસેથી રોકડ લઇ લીધી હતી. ત્‍યારબાદ તેમની નજર સામે જ ભાગી ગયા હતાં.

ઝડપાયેલા બંનેએ પોતાને મકાન ભાડા ચડત થઇ ગયા હોઇ તેમજ પૈસાની જરૂર હોઇ ઠગાઇ કર્યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્‍યોરા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિજુભા જાડેજા, પુષ્‍પરાજસિંહ ગોહિલ,  દિવ્‍યરાજસિંહ સાવજુભા જાડેજા, દિવ્‍યરાજસિંહ કે. જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ ટેમભા જાડેજા, પ્રવિણભાઇ જતાપરા, પ્રાદિત્‍યસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. પીએસઆઇ આઇ. એ. બેલીમ વધુ તપાસ કરી રહ્યા છે.

(4:05 PM IST)