<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પેઢીનો ભેદ માત્ર જન્‍મવર્ષથી નહીં, જીવનની અવસ્‍થા અને સંસ્‍કારથી પણ સમજવો જોઈએ

આધુનિક સમાજમાં જનરેશન એક્‍સ, વાય, ઝેડ, આલ્‍ફા અને બીટાની ચર્ચાઃ સનાતન પરંપરામાં બાલ્‍યાવસ્‍થાથી વળદ્ધાવસ્‍થા તથા બ્રહ્મચર્યથી સંન્‍યાસ સુધીની જીવનવ્‍યવસ્‍થા

રાજકોટ :  આજના સમયમાં પેઢીઓ વચ્‍ચેના અંતર એટલે કે જનરેશન ગેપની ચર્ચા સતત વધી રહી છે. એક પેઢી કહે છે કે અમારા સમયમાં આવું નહોતું, જ્‍યારે નવી પેઢી કહે છે કે આજનો સમય જ બદલાઈ ગયો છે. જોકે પેઢીઓના સ્‍વભાવ, જીવનશૈલી અને વિચારસરણીમાં આવતા પરિવર્તનોને સમજવાનો પ્રયાસ માત્ર આધુનિક સમયની બાબત નથી. રાજકોટની કોટક સ્‍કૂલના નિવળત્ત વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભુવાએ આધુનિક પેઢીગત વર્ગીકરણ અને સનાતન જીવનદૃષ્ટિ વચ્‍ચે રસપ્રદ તુલના રજૂ કરી છે.

તેમના જણાવ્‍યા મુજબ આધુનિક સામાજિક સંશોધકો મુખ્‍યત્‍વે જન્‍મવર્ષ, ટેક્‍નોલોજી, સામાજિક પરિવર્તન, આર્થિક પરિસ્‍થિતિ અને જીવનશૈલીના આધારે પેઢીઓને જુદી પાડે છે, જ્‍યારે સનાતન પરંપરામાં માનવજીવનને માત્ર જન્‍મવર્ષથી નહીં, પરંતુ જીવનની અવસ્‍થા, જવાબદારી, સંસ્‍કાર, પરિપક્‍વતા અને આધ્‍યાત્‍મિક વિકાસના આધારે પણ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

આધુનિક સમયમાં સાયલેન્‍ટ જનરેશન, બેબી બૂમર્સ, જનરેશન એક્‍સ, મિલેનિયલ્‍સ, જનરેશન ઝેડ, જનરેશન આલ્‍ફા અને હવે જનરેશન બીટા જેવા શબ્‍દો પ્રચલિત થયા છે.

પ્‍યુ રિસર્ચ સેન્‍ટરની વ્‍યાખ્‍યા પ્રમાણે સાયલેન્‍ટ જનરેશનમાં ૧૯૨૮થી ૧૯૪૫, બેબી બૂમર્સમાં ૧૯૪૬થી ૧૯૬૪, જનરેશન એક્‍સમાં ૧૯૬૫થી ૧૯૮૦, મિલેનિયલ્‍સ અથવા જનરેશન વાયમાં ૧૯૮૧થી ૧૯૯૬ અને જનરેશન ઝેડમાં ૧૯૯૭થી ૨૦૧૨ દરમિયાન જન્‍મેલા લોકોનો સમાવેશ કરવામાં આવે છે. જોકે આવી વર્ષસીમાઓ કોઈ અચલ વૈજ્ઞાનિક કાયદો નહીં પરંતુ સામાજિક અને સાંસ્‍કળતિક વિશ્‍લેષણ માટે ઉપયોગી વર્ગીકરણ હોવાનું પણ સમજાવવામાં આવે છે.

જનરેશન આલ્‍ફા નામ પ્રચલિત કરનાર ઓસ્‍ટ્રેલિયાના સામાજિક સંશોધક માર્ક મેકક્રિન્‍ડલ સામાજિક પ્રવાહો, વસ્‍તીશાષા અને પેઢીગત પરિવર્તનોના અભ્‍યાસ માટે જાણીતા છે. તેમની પદ્ધતિ પ્રમાણે ૨૦૧૦થી ૨૦૨૪ વચ્‍ચે જન્‍મેલા બાળકોને જનરેશન આલ્‍ફા અને ૨૦૨૫થી ૨૦૩૯ વચ્‍ચે જન્‍મનારી પેઢીને જનરેશન બીટા કહેવામાં આવે છે.

જનરેશન ઝેડ પછી અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ પૂર્ણ થતાં નવી પેઢી માટે ગ્રીક મૂળાક્ષરમાંથી આલ્‍ફા નામ પસંદ કરવામાં આવ્‍યું. આગળ બીટા, ગામા, ડેલ્‍ટા જેવા નામો આવવાની શકયતા દર્શાવવામાં આવે છે. આથી પેઢીના નામકરણમાં સમય સાથે નવી પદ્ધતિઓ અપનાવાતી રહે છે.

અશ્વિન ભુવાના મતે સનાતન પરંપરા માનવજીવનને બીજી અને વધુ સર્વાંગી દૃષ્ટિએ જુએ છે. તેમાં બાલ્‍યાવસ્‍થા, કિશોરાવસ્‍થા, યુવાવસ્‍થા, પ્રૌઢાવસ્‍થા અને વળદ્ધાવસ્‍થા જેવા જીવનના સ્‍વાભાવિક તબક્કાઓ છે.

બાલ્‍યાવસ્‍થા શીખવાની, રમવાની અને સંસ્‍કાર મેળવવાની અવસ્‍થા છે. કિશોરાવસ્‍થા બાળપણમાંથી યુવાવસ્‍થા તરફના પરિવર્તનનો સમય છે. યુવાવસ્‍થામાં શિક્ષણ, કારકિર્દી, સંબંધો, શારીરિક શક્‍તિ અને જવાબદારી વિકસે છે. પ્રૌઢાવસ્‍થામાં પરિવાર, વ્‍યવસાય અને સામાજિક જવાબદારીઓ પરિપક્‍વ બને છે, જ્‍યારે વળદ્ધાવસ્‍થા જીવનના અનુભવને નવી પેઢીને આપવાની સાથે આંતરિક અને આધ્‍યાત્‍મિક જીવન તરફ વધુ વળવાનો સમય માનવામાં આવે છે.

સનાતન જીવન વ્‍યવસ્‍થામાં આ ઉપરાંત બ્રહ્મચર્ય, ગળહસ્‍થ, વાનપ્રસ્‍થ અને સંન્‍યાસ એમ ચાર આશ્રમોની કલ્‍પના પણ માનવજીવનની જવાબદારીઓ અને આધ્‍યાત્‍મિક વિકાસ સાથે જોડાયેલી છે.

સમગ્ર માનવસમાજ અને સમયના પરિવર્તનને સમજવા માટે સત્‍યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગનું વિશાળ યુગચક્ર પણ સનાતન પરંપરામાં દર્શાવવામાં આવ્‍યું છે. આ વિચાર પ્રમાણે કાળ બદલાય તેમ સમાજ, જીવનશૈલી અને માનવીની માનસિક-સામાજિક પરિસ્‍થિતિ પણ બદલાતી રહે છે. આથી એક જ ઉંમરની વ્‍યક્‍તિઓ જુદા જુદા યુગ અથવા સામાજિક સંજોગોમાં સમાન રીતે જીવન જીવે તે જરૂરી નથી. આજના બાળકોનું બાળપણ સ્‍માર્ટફોન, ઇન્‍ટરનેટ, કળત્રિમ બુદ્ધિ અને વૈશ્વિક જોડાણ વચ્‍ચે પસાર થઈ રહ્યું છે, જ્‍યારે અગાઉની પેઢીઓ અલગ સામાજિક અને ટેક્રોલોજીકલ પરિસ્‍થિતિમાં મોટી થઈ હતી.

અશ્વિન ભુવાના મત મુજબ આધુનિક પેઢી સિદ્ધાંતનો મુખ્‍ય હેતુ સામાજિક સંશોધન, સરખામણી અને બદલાતા પ્રવાહોને સમજવાનો છે, જ્‍યારે સનાતન જીવનવ્‍યવસ્‍થા માનવને શારીરિક અને માનસિક વિકાસ ઉપરાંત કર્તવ્‍ય, સંસ્‍કાર, સામાજિક જવાબદારી, પરિપક્‍વતા અને આધ્‍યાત્‍મિક યાત્રા સાથે જોડીને જોવાનો પ્રયાસ કરે છે.

તેમના શબ્‍દોમાં, આધુનિક સમાજ જન્‍મવર્ષના આધારે પેઢીઓને જુદી પાડે છે, જ્‍યારે સનાતન પરંપરા માનવના જીવનતબક્કા અને જવાબદારીઓના આધારે તેને સમજવાનો વધુ વિશાળ અભિગમ રજૂ કરે છે.

આ રીતે એક તરફ જનરેશન એક્‍સથી જનરેશન બીટા સુધીનો આધુનિક સામાજિક અભ્‍યાસ છે, તો બીજી તરફ બાલ્‍યાવસ્‍થાથી વળદ્ધાવસ્‍થા, બ્રહ્મચર્યથી સંન્‍યાસ અને સત્‍યયુગથી કલિયુગ સુધીની સનાતન જીવનદૃષ્ટિ છે. બંને પદ્ધતિઓનો હેતુ માનવ અને સમાજમાં સમય સાથે થતા પરિવર્તનોને સમજવાનો છે, પરંતુ બંનેનું માળખું અને અભિગમ અલગ છે.

 

અશ્વિન ભુવા

નિવળત્ત વિજ્ઞાન શિક્ષક, કોટક સ્‍કૂલ, રાજકોટ

(મો.૮૩૨૦૫ ૫૬૦૧૨)

(4:50 PM IST)