હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુર્વ ડેપ્યુટી મેયરના ભત્રીજા દિનેશભાઇ દુધાત્રા પર કુટુંબી સગાનો છરીથી હુમલો
મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રી સ્ટીલ-પ્લાયવૂડ નામના ડેલામાં બનાવ : રખડતું જીવન જીવતાં પરષોત્તમભાઇને વાપરવા માટે પૈસા ન દેતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૦: શહેરના પુર્વ ડેપ્યુટી મેયર ભાજપ આગેવાનના ભત્રીજા પર મોરબી રોડ જકાતનાકા નજીક તેના જ કુટુંબીએ ઝઘડો કરી છરીથી હુમલો કરી દેતાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા છે.
જાણવા મળ્યા મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર શ્રીમદ્દ પાર્ક-૨માં રહેતાં દિનેશભાઇ મનસુખભાઇ દુધાત્રા (ઉ.વ.૪૪) સવારે મોરબી રોડ જકાતનાકા નજીક ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાયવૂડ નામના પોતાના ડેલામાં હતાં ત્યારે કુટુંબી સગા એવા પરષોત્તમ ગોવિંદભાઇ પટેલે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી ડાબા હાથમાં ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ થઇ ગયા હતાં.
બનાવની જાણ થતાં દિનેશભાઇના કાકા પુર્વ ડે. મેયર ભાજપ આગેવાન વલ્લભભાઇ દુધાત્રા સહિતના પહોંચ્યા હતાં અને દિનેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. હુમલો કરનાર પરષોત્તમભાઇ રખડતું જીવન જીવે છે. તે જ્યારે પણ ડેલે આવે ત્યારે દિનેશભાઇ તેને વાપરવા પૈસા આપતાં હતાં. આજે પૈસા ન આપતાં ખાર રાખી હુમલો કર્યો હોવાનું ખુલ્યું હતું. હુમલાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને હુમલાખોરને ડીટેઇન કરી પુછતાછ હાથ ધરી હતી.










