હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નંબર પ્લેટ વગર ફયુઅલ ભરી આપવુ ભારે પડયું : કાર ચાલક સહિત બે સામે ગુનો : જુઓ વિડિયો
ઢેબર રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં : વિડીયો વાયરલ થયા બાદ ભકિતનગર પોલીસ દ્વારા પમ્પના કર્મચારી પંકજસિંહ અને કાર ચાલક જયભાણ ગઢવી સામે કાર્યવાહી

રાજકોટ, તા. ર૦ : રાજકોટમાં નોનંબર પ્લેટ, નો ફયુઅલની નીતી લાગુ કરાઇ છે. ત્યારે તાજેતરમાં એક પેટ્રોલ પંપે નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ફયુઅલ પુરાવી ચાલક કાર લઇને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેના પગલે ભકિતનગર પોલીસે તપાસ કરી પેટ્રોલ પંપના ફિલરમેન અને કાર ચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
પેટ્રોલ પંપ, પેટ્રોલ પંપ ડિલર્સ, સી.એન.જી. સ્ટેશનના માલીકો કે ભાગીદારો દ્વારા જે વાહનોની આગળ-પાછળ નંબર પ્લેટ ન હોય કે વાળેલી હોય, ઢાંકેલી હોય, અસ્પષ્ટ હોય તેવા વાહનોમાં ફયુઅલ નહી આપવા અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
આ વચ્ચે સોશીયલ મીડીયામાં એક પેટ્રોલ પંપમાં કાળા કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા કારનો ચાલક ડિઝલ કે પેટ્રોલ પુરાવી લઇ જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે ધ્યાને આવતા ભકિતનગર પોલીસના પીઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એચ. ગોહીલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં વિડીયો ઢેબર રોડ પર આવેલા ભાડલાવાળા પંપનો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે સીસી ટીવી ફૂટેજ સહિતના આધારે કાર ચાલકને શોધી કાર ચાલક જયભાણ ઉદયભાણ ગઢવી (રહે. રાજકોટ) અને પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ કનૈયાસિંહ (રહે. રાણીમા રૂડીમા ચોક, આર.એમ.સી. કવાર્ટર) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.










