હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th August 2026
કોંગ્રેસ દ્વારા જનપ્રશ્ને ઉગ્ર વિરોધ: જુઓ વિડિયો

મનપામાં આજે જનરલ બોર્ડની કામગિરી દરમિયાન કચેરી પરિસરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં પાણી, રોડ, રોગચાળા પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવી મેયર-કમિશનર હાય-હાયના નારા લગાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા વિવિધ પ્લે કાર્ડ થકી પ્રજાપ્રશ્નો ઉજાગર કરાયા હતા. વિજીલન્સ પોલીસ દ્વારા ૩૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં પ્લે કાર્ડ સાથે વિરોધ કરતા કોંગ્રેસ આગેવાનો, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાને ટીંગાટોળી કરી લઇ જતો વિજીલન્સ સ્ટાફ, ધરણા પર બેઠેલા આગેવાનો તથા મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી તે વખતની તસ્વીરો.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:22 PM IST)










