<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પ્રોમીનન્‍ટ પ્રોક્‍ટોલોજિસ્‍ટ ઓફ સૌરાષ્‍ટ્રઃ ડો. એમ. વી. વેકરીયા

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને અભિનેતા ગુલશન ગ્રોવરના હસ્‍તે ડો.વેકરીયાને એવોર્ડ એનાયત

રાજકોટઃ થોડા સમય પહેલા રાજકોટ ખાતે ભવ્‍ય બિઝનેસ કોન્‍કલેવ ૨૦૨૬ નું  આયોજન કરવામાં આવેલું. જેમાં  શિક્ષણ રાજ્‍યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને બૉલીવુડના અભિનેતા ગુલશન ગ્રોવર જેઓ બેડમેન તરીકે અભિનયમાં પ્રચલિત છે પરંતુ રિયલ લાઈફમાં તેઓ ગુડમેન છે તેઓ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્રમાંથી વિવિધ કાર્યક્ષેત્રમાં જેઓએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી પોતાના કાર્યક્ષેત્રમાં સફળ રીતે કાર્યદક્ષતા દાખવી હોય તેવા પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિ વિશેષનું સન્‍માન કરવામાં આવેલ. તેમાંથી તબીબ ક્ષેત્રે મળમાર્ગના રોગો હરસ-મસા-ભગંદર-ફિશર જેવા  રોગો માટે છેલ્લા ૪૦ વર્ષથી   સેવા આપી રહેલા પ્રોકટોલોજિસ્‍ટ ડો. એમ.વી. વેકરીયા  મો. ૯૮૨૪૦ ૬૬૩૨૧ રાજ્‍યના શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને બોલીવુડના લોકપ્રિય    ગુલશન ગ્રોવરના વરદ હસ્‍તે ‘‘પ્રોમીનન્‍ટ  પ્રોક્‍ટોલોજિસ્‍ટ ઓફ સૌરાષ્‍ટ્ર''એવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ.

આ પહેલા પણ આપણા પૂર્વ સાંસદ શ્રી શિવલાલભાઈ વેકરીયા, આપણા ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા,  ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાના  હસ્‍તે ‘‘પરિવાર રત્‍ન એવોર્ડ'', ડો. વેકરીયાના સુપુત્ર કાર્ડિયાક સર્જન જે હાલમાં ગિરિરાજમાં સેવા આપી રહ્યા તેમણે સ્‍વીકારેલ. તે ઉપરાંત બે વર્ષ પહેલાં અમદાવાદ ખાતે આયુષ મંત્રાલય ભારત સરકાર અને નીમા નેશનલ ઈન્‍ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન  ગુજરાત દ્વારા આયુષ એક્‍સ્‍પો ૨૦૨૪ માં  પ્રોક્‍ટોલોજિસ્‍ટ ડો. વેકરીયાનું સિલેક્‍શન થયેલ. ‘‘આયુષ શિરોમણી એવોર્ડ'' આપણા પૂર્વ આરોગ્‍યમંત્રી અને હાલમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના  હસ્‍તે મળેલ તેમજ ‘‘ધન્‍વંતરી એવોર્ડ'', ‘‘લાઈફ ટાઈમ અચિવમેન્‍ટ એવોર્ડ'',‘‘બેસ્‍ટ પ્રોક્‍ટોલોજિસ્‍ટ ઓફ સૌરાષ્‍ટ્ર એવૉર્ડ'', ‘‘એમીનન્‍સ એવોર્ડ'',‘‘કર્મવીર એવોર્ડ''અક્ષર નિવાસી ૫. પૂ. પ્રમુખસ્‍વામી મહારાજના હસ્‍તે સન્‍માનપત્ર દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ. તેઓ ઉપર અભિનંદનવર્ષા થઇ રહેલ છે.

(2:35 PM IST)