<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રામનાથ મહાદેવ મંદીરે શનિવારે ધ્‍વજારોહણ

વિવિધ જ્ઞાતિ-સંસ્‍થા-મંડળો જોડાશે : કિશોરસિંહજી સ્‍કુલથી વાજતે ગાજતે પ્રસ્‍થાન થશે : લાઠી દાવ અને ડી.જે.ના તાલે લોકો ઝુમી ઉઠશે

 

 

રાજકોટ તા. ૨૦ : શહેરના રાજા સ્‍વંયભૂ શ્રીરામનાથ મહાદેવ આજી નદીના પટમાં આશરે ૪૫૦ વર્ષથી બીરાજે છે. શ્રાવણમાસ દરમ્‍યાન લાખો ભાવિકો દાદાના દર્શન કરી મન પવિત્ર કરી આત્‍માનું કલ્‍યાણ કરે છે. શ્રીરામનાથ મહાદેવ ધ્‍વજા રોહણ સમિતિ ધ્‍વારા સતત ઓગણીસ (૧૯) વર્ષ થયા દર શ્રાવણ માસમાં વાજતે ગાજતે રામનાથ મહાદેવને ધ્‍વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત ઓગણીસ વર્ષ પુર્વે ભાઈશ્રી સ્‍વ.બફુલભાઈ વોરાએ શરૂઆત કરેલ હતી.

આ વર્ષે પણ ધ્‍વજારોહણ યાત્રા તા. ૨૨/૦૮/૨૦૨૬ ના શનિવારે આયોજીત કરવામાં આવેલ છે. શનિવારે રાત્રે ૯ કલાકે ધ્‍વજારોહણ સમિતિ ધ્‍વારા કિશોરસિંહજી સ્‍કુલ, કોઠારીયા નાકાથી વાજતે ગાજતે ધ્‍વજા યાત્રાનો પ્રારંભ થશે.

જે યાત્રા પણ સામાજીક સમરસતાનાં માધ્‍યમ સાથે દલીત સમાજ તથા વાલ્‍મીકી સમાજના બહેનો ધ્‍વારા દાદાની ધ્‍વજા માથે ચડાવી શરૂઆત કરે છે. યાત્રાની અંદર અંદાજે એકાવન કરતાં વધારે સમાજીક સંસ્‍થાઓ તથા અનેક વિધ સમાજ પણ સાથે જોડાય છે. આમ રામનાથપરાના દરેક રહેવાસી આ યાત્રામાં જોડાઈને પોતાને નસીબદાર ગણે છે.

યાત્રા એકદમ શિસ્‍ત સાથે નીકળે છે. આગળ હિન્‍દુ સંસ્‍કળતિનું ચિન્‍હ ભગવા ધ્‍વજની આગેવાનીમાં આ યાત્રાની શરૂઆત થાય છે.યાત્રાની અંદર આવતા દરેક વ્‍યકિત ધર્મધ્‍વજની પાછળ ચાલીને યાત્રા સંપન્ન કરે છે. યાત્રામાં ડી.જે.નું પણ આકર્ષણ રાખવામાં આવે છે. જેમાં શિવજીનાં ભજનો વગાડવામાં આવે છે અને ભાવિકો ભક્‍તિમય હર્ષ સાથે જેમ જીવમાં શિવ ભળે તેમ નાચ-ગાન કરતાં હોય છે.

આ યાત્રામાં મુખ્‍ય ધ્‍વજા ઉપરાંત અનેકવિધ સંસ્‍થા ધ્‍વારા પણ ધજા ચડાવવામાં આવે છે. આ વખતે એકી સાથે અગીયાર(૧૧) ધ્‍વજા અત્‍યાર સુધીમાં નોંધાઇ છે. નોંધણી હજુ ચાલુ છે. જેમાં નેપાળી સમાજ, શ્રીપાર્ક સોસાયટી મોરબી રોડ, થેલેસીમીયા સોસાયટી, મહાદેવ ગળપ દુધસાગર રોડ, કોબીયા પરીવાર, બ્રાહમણ સમાજ, વણકર સમાજ, ખાટ સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્‍ટ, બાલાજી મીત્ર મંડળ, દલિત સમાજ, બાલકળષ્‍ણ ગ્રુપ, કેવલભાઈ પાટડીયા, કૌશીકભાઈ દવે, વિજયભાઈ ઝાલા, વિરેન્‍દ્રભાઈ ચૌહાણ, કાપડી પરિવાર આ સાથે અલગ-અલગ સંસ્‍થા તથા અલગ-અલગ સમાજના લોકો સાથે રામનાથદાદાની ધ્‍વજા પણ ચડાવવામાં આવશે.

યાત્રાને આર્કપક બનાવવા માટે ભરવાડ સમાજના યુવાનો લાઠીદાવ કરે છે તે આકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે. યાત્રા કિશોરસિંહજી સ્‍કુલથી શરૂ થઈ ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પુર્ણ થશે. રસ્‍તામાં ઠેર ઠેર ધ્‍વજા યાત્રાનું નેપાળી સમાજ જેમના ઈષ્ટદેવ ભગવાનશ્રી પશુપતીનાથ મહાદેવ ૧/જેઓ બહોળી સંખ્‍યામાં જોડાય છે, બડા બજરંગ ફાઉન્‍ડેશન તેમજ તેના તમામ સભ્‍યશ્રીઓ, ગરૂડ ગરબી મંડળ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્‍ટ, અંબિકા ગ્રુપ કરણપરા, કોઠારીયાનાકા મિત્ર મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ વગેરે સમાજ અને જુદી-જુદી સંસ્‍થાઓ દ્વારા હર્ષભેર સ્‍વાગત કરવામાં આવશે.

યાત્રાની વિશેષ માહિતી માટે નિલેષભાઈ વોરા મો.૯૮૨૪૨ ૮૫૪૫૫, કલ્‍પેશભાઈ ગમારા મો.૮૧૨૮૮ ૮૮૮૩૫, વિરાજભાઈ મડીયા મો.૯૪૨૬૪ ૬૨૧૬૭નો સંપર્ક કરી શકાશે.

આ યાત્રાને સફળ બનાવવા માટે કોર કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં ભરતભાઈ ત્રિવેદી, વિનય જોષી, કિરીટભાઈ પાંધી, યશભાઈ રાઠોડ, ભરતભાઈ મહેતા વગેરે સેવા આપી રહ્યા છે. યાત્રામાં જોડાવા માટે રાજકોટની ધર્મપ્રેમી જનતાંને શ્રી રામનાથ મહાદેવ ધ્‍વજા રોહણ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલ્‍પેશભાઇ ગમારા, વિક્રમભાઇ નેપાળી, વિનયભાઇ જોષી, ધનેશભાઇ જીવરાજાની, સંજયભાઇ વાઘેલા, પ્રણવભાઇ દવે, પાર્થભાઇ કાપડી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:46 PM IST)