હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓડીસાની સહકારી બેંકની ટીમ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની મુલાકાતે

રાજકોટઃ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાના જણાવ્યા મુજબ પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર શ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે નાબાર્ડે આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવળતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસા રાજયની કટક સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. ના વાઈસ ચેરમેનશ્રી આરતી મોહન્તી ની આગેવાની હેઠળ બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા મેનેજરશ્રીઓની ટીમએ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક ની મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવળતિઓનો અભ્યાસ કરેલ અને બેંકના જનરલ મેનેજર - સી.ઈ.ઓ. શ્રી વી. એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ. ઓડીસા રાજયની કટક સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. ની ટીમએ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખુબ જ પ્રભાવિત થયેલ ઉપરાંત આ બેંકની વિવિધ પ્રવળતિઓ, પ્રાથમિક ખે.વિ. મંડળીઓ અને ખેડૂતલક્ષી યોજનાઓના અભ્યાસ બાબતે પધારેલ શ્રી ટીના કલ્યાણ મેડમ- IAS (GJ ૨૦૨૫ બેચ) એ બેંકની બેનમૂન કામગીરી તથા ટીમવર્ક માટે બેંકને અભિનંદન પાઠવેલ.










