હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રૂપાલાજી અને ઉદય કાનગડની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૧૫માં રૂ. ૭૪.૨૯ લાખના ખર્ચે અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં. ૧૫માં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ૭૪ લાખ ૨૯ હજારના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ઉદય કાનગડની ગ્રાન્ટમાંથી આજી ડેમ પાછળ આવેલા દાધા હનુમાન મંદિર પાસે સીસી રોડના કામ, ખોડિયારપરા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં પેવિંગ બ્લોક ફિટિંગના કામ, તેમજ સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાંથી મહાકાળી ચોક, ગંજીવાડા ખાતે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર નિલેશભાઈ હેરભા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં. ૧૫ના વોર્ડ પ્રમુખ મયુરભાઈ વજકાણી, પ્રભારી જયેશભાઈ દવે, વોર્ડ મહામંત્રી જયવંતભાઈ જાડેજા, મૌલિકભાઈ પરમાર તથા રાજકોટ શહેર ભાજપ ઉપાધ્યક્ષ સોમભાઈ ભાલિયા, રાજકોટ શહેર યુવા ભાજપના જયપાલ પટગીર, જયદીપ વજકાણી, વોર્ડ યુવાપ્રમુખ કિશોર મકવાણા, મહેશભાઈ રાજપરા, વિનોદભાઈ કુમારખાણીયા, હસુભાઈ છાટબાર, રાજુભાઈ ગીલાણી, જીવણભાઈ, મનહરભાઈ વ્યાસ, મેરામભાઈ, કમલેશભાઈ, કાળુભાઈ હેરભા, રત્નાભાઈ મોરી, મનુભાઈ હેરભા, રોહનભાઈ સંભાડ, નિતીનભાઈ વ્યાસ, ધર્મેશભાઈ સોલંકી, બાબાભાઈ મેતા, અમરભાઈ સોલંકી, કેતનભાઈ કુમારખાણીયા, કાનાભાઈ શિયાળ, મનુભાઈ ખુંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.










